VIDEO: બનાસકાંઠાના નડાબેટમાં CM ભૂપેન્દ્ર પટેલે BSFના જવાનો સાથે કરી યોગ દિવસની ઉજવણી

ADVERTISEMENT

International Yoga Day
International Yoga Day
social share
google news

International Yoga Day: આજ રોજ વિશ્વ યોગ દિવસની રાજ્યાકક્ષાની ઉજવણી બનાસકાંઠાના નડાબેટ ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, બીએસએફના જવાનો સહિત મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી હતી.

'તણાવમુક્ત અને સરળ જીવનશૈલી માટે યોગ ઉત્તમ'

યોગ દિવસના રાજ્યાકક્ષાની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર કાર્યક્રમને સંબોધન કરતાં જણાવ્યું કે, આજના યુગમાં તણાવમુક્ત અને સરળ જીવનશૈલી માટે યોગ ઉત્તમ કહેવાય છે. યોગ પ્રાચીન ભારતના ઋષિમુનિઓએ આપેલી અમૂલ્ય ભેટ છે. આશરે પાંચ હજાર વર્ષ પહેલાં પતાંજલિ ઋષિએ યોગશાસ્ત્રનું સર્જન કર્યું હતું. ત્યારથી અત્યાર સુધી યોગની પરંપરા ચાલી રહી છે.

સુરતમાં CR પાટીલે યોગ કર્યા

ગુજરાતના હાલના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પણ સુરતમાં ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. સુરતમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે શહેરની અલગ-અલગ 62 જગ્યાએ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સુરતવાસીઓની હાજરી જોવા મળી હતી.

ADVERTISEMENT


 

    follow whatsapp

    ADVERTISEMENT