કચ્છમાંથી મળ્યો જૂનવાણી સમયનો 'મહાકાય પટારો', અંદર જે નિકળ્યું તે જોઈને સૌ કોઈ ચોંક્યા
કચ્છના ભુજ હોમગાર્ડ કચેરીમાંથી રાજાશાહી સમયનો કિંમતી ખજાનો મળી આવ્યો છે. હોમગાર્ડ કમાન્ડન્ટની ચેમ્બરમાં રખાયેલા ટેબલ પર ધ્યાન જતા તે જુનો પટારો નીકળ્યો હતો. પટારાની તપાસ કરાતા તેમાં રાજાશાહી સમયની પૌરાણિક ચાંદીની વસ્તુઓ મળી આવી છે.
ADVERTISEMENT
Mythological Pataro in Bhuj : કચ્છના ભુજ હોમગાર્ડ કચેરીમાંથી રાજાશાહી સમયનો કિંમતી ખજાનો મળી આવ્યો છે. હોમગાર્ડ કમાન્ડન્ટની ચેમ્બરમાં રખાયેલા ટેબલ પર ધ્યાન જતા તે જુનો પટારો નીકળ્યો હતો. પટારાની તપાસ કરાતા તેમાં રાજાશાહી સમયની પૌરાણિક ચાંદીની વસ્તુઓ મળી આવી છે. રાજશાહી સમયના ચાંદીના આભુષણો તથા અન્ય એન્ટીક વસ્તુઓ મળી આવી છે. જેમાં હાથીની પ્રતિમા, હથિયારો સહિત કિંમતી ચાંદીની વસ્તુઓ મૂકાયેલી હતી.
પટારાનો ટેબલ તરીકે થતો હતો ઉપયોગ
વર્ષો પહેલા ભુજ શહેરમાં આવેલા મહાદેવ ગેટ પાસે જૂની મામલતદાર કચેરી ધમધમતી હતી. જે-તે સમયે આ જિલ્લાની ટંકશાળ તરીકે ઓળખાતી હતી. આજે અહીં જિલ્લાની હોમગાર્ડ કચેરી કાર્યરત છે. અહીં જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડની ઓફિસમાં એક જૂનો પટારો રાખેલો હતો, જેનો ટેબલ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ આ પટારામાં શુ છે તે કોઈ ખબર ન હતી. પરંતુ જિલ્લા કમાન્ડન્ટ મનીષ બારોટનું ધ્યાન પટારાના ખુલ્લા તાળા પર ધ્યાન ગયુ હતુ. જેથી તેમને કંઈક અંદર હોવાનુ જણાયું હતું. આ વાતની જાણ તેઓએ પ્રાંત અધિકારી અનિલ જાદવને કરી હતી.
પ્રાંત અધિકારીએ મામલાને ગંભીરતાથી લીધો
પ્રાંત અધિકારી અનિલ જાદવે આ મામલાને ગંભીરતાથી લીધો હતો. તેમણે તાત્કાલિક તપાસ માટે મામલતદાર એન.એસ મલેક, સર્કલ ઓફિસર અમિત યાદવ, જાગીર શાખાના શિલ્પાબેન ઠક્કર, નાયબ મામલતદાર શિવજીપાયાન સહિતના સ્ટાફને બોલાવ્યો હતો. ત્યારબાદ પટારાની તપાસ કરાઈ હતી.
ADVERTISEMENT
પટારામાંથી વર્ષો જૂનો ખજાનો મળી આવ્યો
પટારામાં રાજાશાહી વખતની ચાંદીની ચીજવસ્તુઓ મળી આવી છે. આ પટારામાં હાથીની પ્રતિમા, હથિયારો સહિત કિંમતી ચાંદીની વસ્તુઓ મૂકાયેલી હતી. આમ, ભુજ હોમગાર્ડની કચેરીમાંથી પૌરાણિક ખજાનો મળતા અચરજ ફેલાયું હતું. આ ખજાનો સંબંધિત વિભાગને સોંપવામાં આવ્યો છે. આ પિટારા અંગે અનેક ચર્ચાઓ વહેતી થઈ છે.
ભૂકંપ સમયે જૂની ચાંદીની વસ્તુઓ જમા કરાવાઈ હતી
એવી ચર્ચા છે કે, પટારો ભૂકંપ સમયે કોઈ જાગીર શાખા દ્વારા જે તે વખતે જૂની ચાંદીની વસ્તુઓ સહિત જમા કરાવવામાં આવેલ હોવાનું જાણવા મળેલ હતું. જે તે વખતે ભૂકંપ સમય અહીં મામલતદાર કચેરી અને જૂની ટંકશાળ કચેરી કાર્યરત હતી, ત્યારબાદ ઓફિસનું સ્થળાંતર થતાં આ પટારા સહિતની ચીજ-વસ્તુઓ રહી ગઈ હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે. હાલ, ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આ સ્થળને સીલ મારી તપાસ કરી હતી.
ADVERTISEMENT
20 પૌરાણિક વસ્તુઓ મળી આવી
1- બંદુક લાંબા નાળચા વાળી 2 નંગ
2- ઘંટ નંગ - 1
3- ઝુલાના સ્તંભ - 2
4- ઝુલાના ચાંદી પતરાવાળા પાઈપ - 4
5- ઝુલો - 1, ચાંદીના પતરાવાળો
6- ચાંદીના પતરાવાળા 2 તોરણ
7 - ચાંદીના પતરાવાળા હાથી નંગ - 2
8- જોડીયું નંગ - 1 ચાંદીના પતરાવાળું.
9- ચાંદીના પતરાવાળી હાથી અંબાડી- 2
10- ચાંદીના પતરાવાળું ચોકઠું
11- હાથીના મોઢાવાળી 4 આકૃતિઓ
12-ઢોલી નંગ - 2 ચાંદીના પતરાવાળા
13- વાદક નંગ - 2 ચાંદીના પતરાવાળા
14- સેવક નંગ - 2 ચાંદીના પતરાવાળા
15- વ્યકિતઓ- 2. ચાંદીના પતરાવાળા
16- મોર નંગ - 2 (મિકસ ધાતુના)
17- ઢેલ, તેની પાંખ -3 (મિકસ ધાતુ)
18- કળશ નાના- નંગ.7
19- સ્ટેન્ડ નાના - નંગ.12
20- શંકુ આકારના કળશ- નંગ.4
ADVERTISEMENT
ADVERTISEMENT