11 દુષ્કર્મી છૂટી જતા બિલ્કિસ બાનોના ગામમાં ફરી ભયનો માહોલ, મુસ્લિમો ઘર છોડીને જઈ રહ્યા છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દુલ ગજ્જર/દાહોદ: વર્ષ 2002માં ગોધરા કાંડમાં બિલ્કિસ બાનું કેસને સમગ્ર ભારત દેશને હચમાવી મૂક્યું હતું. આ કેસના 11 દોષિતો છેલ્લા 18 વર્ષથી જેલમાં બંધ હતા. ત્યારે 15મી ઓગસ્ટના રોજ રાજ્ય સરકારે આ તમામને જેલમાંથી મુક્ત કરી દેવાનો નિર્ણય લીધો. જેની ખૂબ ટિકા કરવામાં આવી રહી છે. ત્યારે બિલ્કિસ બાનોના ગામમાં ફરી એકવાર ભયનો માહોલ ઊભો થયો છે. જે ગામની શેરીમાં એક સમયે બાળકોનો કલરવ સંભળાતો હતો ત્યાં હવે એકદમ સન્નાટો છવાઈ ગયો છે. ગામમાંથી મુસ્લિમ સમાજના તમામ લોકો ઘર-દુકાનને તાળા મારીને ત્યાંથી હિજરત કરી રહ્યા છે.

દોષિતોને ફરી જેલમાં પુરવા મુસ્લિમ સમાજની માંગ
બિલ્કિસ બાનું કેસના 11 દોષિતોને છોડી મૂકતા મુસ્લિમ સમાજના લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ગામમાં ફરી એકવાર ભયનો માહોલ ફેલાતા હવે મુસ્લિમો અહીંથી ગામ છોડીને જઈ રહ્યા છે. એવામાં બિલ્કિસના દોષિતોની સજા માફ ન કરી તેઓને ફરીથી જેલમાં મોકલવામાં આવે તેવી રજૂઆત સાથે દાહોદ જિલ્લાના મુસ્લિમ સમાજના લોકો અને બિલ્કિસના પરિવાર દ્વારા દાહોદ જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી
દાહોદ જિલ્લાના મુસ્લિમ સમાજના લોકો અને પરિવાર દ્વારા દાહોદ જિલ્લા કલેકટરને આપવામાં આવેલ આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, 2002ના કોમી રમખાણોમાં બિલ્કિસ બાનુના પરિવારના સભ્યોને 11 આરોપીઓ દ્વારા મોતને ઘાટ ઉતારી નાખી બિલ્કિસ બાનું સાથે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે 11 આરોપીઓને આજીવન કેદની સજા બાદ લાંબા સમય બાદ છોડી મૂકતા બિલ્કિસ બાનુના ગામમાં ભયનો માહોલ ફેલાયેલો છે અને બિલ્કિસ બાનુના પરિવારજનોને પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવે તેમજ 11 આરોપીઓને ફરી જેલ કરવામાં આવે તેવી રજૂઆત દાહોદ જિલ્લાના મુસ્લિમ સમાજના લોકો દ્વારા દાહોદ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

ADVERTISEMENT

દુષ્કર્મના કેદીઓ ગામમાં ખુલ્લે આમ ફરતા ભયનો માહોલ
ઈકબાલ પટેલ નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે, સ્થાનિક 2002ના તોફાનોમાં બિલ્કિસ બાનો પર જે રેપ થયો અને 14 લોકોને મારી નાખવામાં આવ્યા, તેના 11 આરોપીઓને જ્યારે દેશ 75મો અમૃત મહોત્સવ મનાવી રહ્યો હતો, ત્યારે આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા. આજે આરોપીઓ રંધિકપુર ગામમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને ડરનો માહોલ પેદા કરી દીધી. ગામમાંથી મુસ્લિમ પરિવારો ગામ છોડીને જતા રહ્યા. અમે એ અપેક્ષાએ અહીં આવ્યા છીએ કે બિલ્કિસ બાનોને ન્યાય મળે અને અપરાધીઓને ફરી જેલમાં પૂરે તેવી અપેક્ષા રાખીએ છીએ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT