Murder: નડિયાદમાં મહિલાની જાહેરમાં હત્યા, પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી?
હેતાલી શાહ, નડિયાદ : રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન નડિયાદમાં મહિલાની જાહેરમાં…
ADVERTISEMENT
હેતાલી શાહ, નડિયાદ : રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન નડિયાદમાં મહિલાની જાહેરમાં હત્યાની ઘટના સામે આવી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ નવરંગ ટાઉનશીપમાં પતિએ જ પત્નીની હત્યા કરી.ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે.
સાત જન્મ સાથે રહેવાનું વચન આપનારે જ મહિલાને મોતને ઘાટ ઉતારી છે. એક તરફ ઘરેલુ હિંસાના બનાવો બની રહ્યા છે. ત્યારે હવે મામલો મોતને ઘાટ ઉતારી દેવ સુધી પહોંચ્યો છે. પતિ એ જ પોતાની પત્નીની જાહેરમાં હત્યા કરી છે. પતિએ જ પત્નીની કરૂણ હત્યા કરતા આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
ડીવાયએસપીવીએન સોલંકીના જણાવ્યા મુજબ, નિમિષાબેન નડિયાદના નવરંગ ટાઉનશીપના મકાન નંબર 1માં રહે છે. અને રસીકભાઈના પત્ની છે, પતિએ ગોળી મારીને હત્યા કરી છે. જેના કારણે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. હવે તેની માતાની પુછપરછ ચાલુ છે. જો કે પ્રાથમિક તપાસભા પતિ-પત્ની વચ્ચેના પરસ્પર અણબનાવના કારણે આ હત્યા થઈ હોવાનુ સામે આવ્યો છે. પરંતુ પૂછપરછ પત્યા બાદ તમામ બાબતો સામે આવશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT