Bhavnagar latest News : ભાવનગરમાં દરગાહ પર મનપાનું બુલડોઝર, ગેરકાયદે બાંઘકામ પર તવાઈ બોલાવી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Bhavnagar News Update : ભાવનગર મનપા દ્વારા ગેરકાયદે મિલકતો પર તવાઈ બોલાવી છે. ગેરકાયદે બાંધેલ મિલકતો પર કોર્ટની પરવાનગી બાદ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે. ભાવનગર શહેરનાં તરસમિયા અને ઘોઘા જકાતનાકા વિસ્તારમાં મેગા ડીમોલેશન હાથ ધર્યું હતું. ધાર્મિક દબાણો હટાવવાના હોવાથી ઓપરેશન ગુપ્ત રખાયું હતું અને સુરક્ષા માટે એકદમ લોખંડી બંદોબસ્ત પણ તૈયાર કરવામાં આવ્યો હતો.

ભાવનગર મનપા વિભાગનું બુલડોઝર

શહેરના તરસમિયાં ટીપી સ્કીમ નં.13માં જાહેર રસ્તા પર અડચણરૂપ બને તે રીતે ગેરકાયદે ચણાયેલ મકરાણી શાપીર ની 3 દરગાહ તથા અન્ય રહેણાંકના બાંધકામ હટાવવા 3 જેસીબી સાથે ટાઉન પ્લાનિંગ વિભાગે ઓપરેશન હાથ ધર્યું હતું અને બાંધકામ તોડી પડાયા હતા. 12 મીટર અને 21 મીટરના રોડ પર જુદા જુદા દબાણો પર તંત્રએ કાર્યવાહી કરી હતી. દરગાહનું ડીમોલીશન અટકાવવા કોર્ટમાં દાદ મંગાઈ હતી, આ કેસમાં કોર્પોરેશનને નિયમ મુજબ કાર્યવાહી કરવા મંજૂરી મળતાં જ ઓપરેશન હાથ ધરાયું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે dysp, pi, psi અને 20થી વધારે પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત રહ્યો હતો. કોર્પોરેશનના 25થી વધુ સ્ટાફનો કાફલો પણ જોડાયો હતો.

જામનગરમાં પણ બુલડોઝર ફરી વળ્યું

જામનગરમાં પણ થોડા દિવસ પહેલા ટીટોડી વાળીથી ઘાંચીની ખડકી સુધીના 24 મીટર ડીપી રોડની ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કપાતમાં આવતા આ પોણા કિલોમીટર રોડ પર 40 હજાર ફૂટ જેટલી જગ્યા ખુલી કરવામાં આવી હતી. ત્યારે પોલીસના ચુસ્ત બંધોબસ્ત સાથે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જામનગરમાં આવેલ ખોજા નાકા વિસ્તારની આગળ આવેલ 24 મીટરનો ડીપી રોડની અમલવારી કરવામાં આવી હતી. જામનગરમાં 24 મીટર ડીપી રોડની કામગીરીને લઈને 20 આસામીઓને મિલકત પર ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી જ્યારે આ કાર્યવાહી ટીટોડી વાડીથી ઘાંચીને ખડકી સુધી આવતા મકાનો પણ દબાણ હટાવી બુલડોઝર ફેરવાયું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT