મુન્દ્રાના પ્રતિષ્ઠિત પરિવારના પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયોઃ 50,000નો મોબાઈલ બન્યો હત્યાનું કારણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક કાંટેચા.કચ્છઃ ગત મંગળવારે મુન્દ્રામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. માત્ર 50 હજારના મોબાઇલ માટે મિત્રે જ મિત્રની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. ઉલ્લેખનિય છે કે, મુન્દ્રામાં શિક્ષક દંપતીના એકના એક પુત્રની હત્યા થઇ જતા આ સમગ્ર ઘટનાના કારણે મુન્દ્રામાં ચકચાર મચી ગઇ હતી. આ આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી. મુન્દ્રાના પ્રતિષ્ઠિત પરિવારનો આ પુત્ર માતા સાથે રાત્રે વાત કર્યા પછી મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. તેની લાશ મળી હતી જેના પરિક્ષણમાં તેની હત્યા કરવામાં આવ્યાનું સામે આવ્યું હતું. જોકે જે તે સમયે તેની હત્યા કોણે અને કેમ કરી હશે તે પ્રશ્નો વણ ઉકેલ્યા હતા. પોલીસે પોતાની તપાસ દરમિયાન મેળવ્યું કે આ હત્યા તેના જ મિત્ર દ્વારા માત્ર રૂપિયા 50 હજારના મોબાઈલ માટે કરવામાં આવી હતી.

તિક્ષણ હથિયારથી મિત્રને રહેંશી નાખ્યો

કચ્છના મુન્દ્રામાં ત્રણ દિવસ પહેલા યુવકની હત્યા કરાયેલી લાશ મળી હતી. શાસ્ત્રી મેદાનની પાછળ સાઈડની નદી વિસ્તારમાં યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. મોડી રાત્રે તીક્ષ્ણ હથિયારથી યુવકની હત્યા કરવામાં આવી હતી. આ મામલે મુન્દ્રા પોલીસે મર્ડરનો ભેદ ઉકેલાતા વધુ તપાસ હાથ ધરી છે.

Kutch: જખૌના નિર્જન વિસ્તારમાંથી મળ્યો વધુ એક વિસ્ફોટક સેલ

મૃતક નિપુણ ઉર્ફે કીર્તિ મહેશ ઠક્કરની નદી કિનાર લાશ મળી આવી હતી. બાદ પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરતા તેમના જ મિત્રની પૂછપરછ કરવામાં આવી હતી આ દરમિયાન સઘન પૂરપરછ કરતા આરોપી મિત્ર ગભરાય ગયો હતો અને હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. આરોપીએ જણાવ્યું હતું કે અગાઉ પૈસાની લેતીદેતીમાં બંને વચ્ચે મન દુ:ખ થયું હતું. બાદમાં દેવું ઉતારવા માટે નિપૂર્ણનો 50 હજારનો ફોન લઇને વેચી દેવા માટે તેની હત્યા કરી દીધી. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT