મુંબઈથી અમદાવાદ આવતી હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી, ડબ્બો બળીને ખાખ થઈ ગયો
Train Fire: ભારતીય રેલવેની મુંબઈથી અમદાવાદ જતી ટ્રેનમાં ફરી આગ લાગવાનો બનાવ બન્યો છે. વલસાડ ખાતે આગનો બનાવ બન્યા બાદ ભાગદોડ મચી ગઈ હતી અને…
ADVERTISEMENT
Train Fire: ભારતીય રેલવેની મુંબઈથી અમદાવાદ જતી ટ્રેનમાં ફરી આગ લાગવાનો બનાવ બન્યો છે. વલસાડ ખાતે આગનો બનાવ બન્યા બાદ ભાગદોડ મચી ગઈ હતી અને ટ્રેનને અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ફાયરોએ ડબ્બાને છૂટો પાડીને પ્રયાસો હાથ ધર્યા હતા.
હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં આગની ઘટના
વિગતો મુજબ, મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલી હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં વલસાડના છીપવડ ખાતે આગ લાગવાની ઘટના બની હતી. ટ્રેનના જનરેટર ડબ્બામાં આગ લાગતા ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોત જોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે મુસાફરોમાં ભાગદોડ મચી ગઈ હતી.
તમામ મુસાફરો સલામત
ટ્રેનમાં આગ લાગતા તમામ પેસેન્જરોને સમયસર નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. બાદમાં આગ લાગેલા ડબાને છૂટો પાડી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા હતા. હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં આગ લાગતા રેલવે તંત્ર અને સ્થાનિક તંત્ર દોડતું થયું હતું. હાલ કોઈ પણ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
ADVERTISEMENT
(ઈનપુટ: કૌશિક જોશી, વલસાડ)
ADVERTISEMENT