અમદાવાદની યુનિવર્સિટીમાં ફિલ્મી સ્ટાઇલે IT ના દરોડા, વિદ્યાર્થી-સ્ટાફ તમામને બહાર કાઢી કાર્યવાહી શરૂ
અમદાવાદ : શહેરમાં આજે વહેલી સવારે આઇટી વિભાગનાં દરોડા પડ્યા હતા. અચાનક ફિલ્મી સ્ટાઇલે ગાડીઓ આવી જતા કેમ્પલમાં થોડા સમય માટે અફડા તફડી મચી ગઇ…
ADVERTISEMENT
અમદાવાદ : શહેરમાં આજે વહેલી સવારે આઇટી વિભાગનાં દરોડા પડ્યા હતા. અચાનક ફિલ્મી સ્ટાઇલે ગાડીઓ આવી જતા કેમ્પલમાં થોડા સમય માટે અફડા તફડી મચી ગઇ હતી. જો કે આઇટીના અધિકારીઓ દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોને બહાર કાઢીને ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ આઇટી દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી હતી. આ લખાઇ રહ્યું છે ત્યાં સુધી આઇટી વિભાગનું સર્ચ ઓપરેશન હજી પણ ચાલી રહ્યું છે.
યુનિવર્સિટી પર આવક કરતા વધારે સંપત્તીનો આરોપ
સુત્રો અનુસાર આ યુનિવર્સિટી આવક કરતા પણ વધારે સંપત્તી ધરાવે છે. જેના કારણે અહીં આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રતિષ્ઠિત યુનિવર્સિટી અને ઉચ્ચ કંપનીઓમાં પ્લેસમેન્ટના નામે વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા ફી ઉઘરાવવામાં આવે છે.
પદવીદાન સમારોહ અગાઉ જ આઇટીના દરોડા
આગામી 24 સપ્ટેમ્બરે સિલ્વર ઓક યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આયોજીત છે. આ સમારોહ પહેલા જ આવકવેરા વિભાગના દરોડા પડ્યા છે. આ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સહિતના અનેક લોકો હાજર રહેવાના હતા. જો કે તે અગાઉ જ આઇટીના દરોડા પડવાના કારણે હવે સ્થિતિ અસહજ બની છે.
ADVERTISEMENT
ADVERTISEMENT