સાપુતારામાં પોલીસ અને આરોપી વચ્ચે ફિલ્મી દ્રશ્યો, લોકોને લાગ્યું શુટિંગ ચાલે છે પણ…
રોનક જાની/ડાંગ : ગુજરાત રાજ્ય દક્ષિણ તરફના મહારાષ્ટ્રના સરહદી વિસ્તારમાંથી અસામાજિક પ્રવૃતિઓ કે નશીલી વસ્તુઓની હેરાફેરી ન થાય તે માટે પોલીસ હાલ ખુબ જ સતર્ક…
ADVERTISEMENT
રોનક જાની/ડાંગ : ગુજરાત રાજ્ય દક્ષિણ તરફના મહારાષ્ટ્રના સરહદી વિસ્તારમાંથી અસામાજિક પ્રવૃતિઓ કે નશીલી વસ્તુઓની હેરાફેરી ન થાય તે માટે પોલીસ હાલ ખુબ જ સતર્ક છે. જેના પગલે બોર્ડરક્રોસ કરીને આવતી દરેક ગાડીનું કડકપણે ચેકિંગ કરવામાં આવે છે. સાપુતારા પોલીસ ચેકીંગ કરી રહી હતી ત્યારે નાસિકથી ખંડણીના ઈરાદે બે ઇસમોનું અપહરણ કરીને સાપુતારા તરફ આવતા પાંચ અપહરણકારોને સાપુતારા પોલીસે ઝડપી લીધા હતા.
મહારાષ્ટ્રમાંથી અપહરણ કરીને ગુજરાતમાં આવી રહ્યા હતા
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્ર રાજયમાંથી ગુજરાતના ગિરીમથક સાપુતારાથી ગુજરાતમાં પ્રવેશતા વિદેશી દારૂ તેમજ અસામાજિક દુષણ ડામવા માટે પોલીસ પણ સતર્ક છે. સાપુતારા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આવતા જતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન રાત્રે 11 વાગ્યાની આસપાસ નાસિક તરફથી પુરપાટ ઝડપે આવતી ઇનોવા ક્રિસ્ટા અને સ્કોડા કાર આવી રહી હતી. પોલીસને આ બંન્ને વાહન શંકાસ્પદ જણાતા તેને અટકાવવાની કોશિશ કરી હતી. જો કે આરોપીઓએ વાહનો ઉભી ન રાખી પુરપાટ દોડાવી નાસી છૂટ્યા હતા.
ગાડીમાંથી બચાવો બચાવોની બુમો સંભળાઇ
ગાડીમાંથી બચાવો બચાવોની બુમો સાંભળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જેથી પોલીસે ફિલ્મી સ્ટાઇલથી બંન્ને વાહનોનો પીછો પકડ્યો હતો. આખરે લેકવ્યુ સર્કલ પાસે આંતરી તપાસ હાથ ધરતા બંન્ને ઈસમો ઝડપાયા હતા. ગાડીમાંથી ઉતરી આરોપીઓએ પોલીસની સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. જો કે પોલીસે તત્કાલ ફોન કરીને વધારે પોલીસ ફોર્સ બોલાવ્યો હતો. પોલીસ મથકે જાણ કરી કારમાં સવાર પાંચ જેટલા અપહરણકર્તાની અટકાયત કરી હતી.
ADVERTISEMENT
ગાડીમાંથી ઘાતક હથિયારો મળી આવ્યા
વાહનની તપાસ કરતા અપહરણકર્તાઓ પાસેથી દેશી પિસ્તોલ, 3 કારતુસ અને છરો અને મોબાઈલ કબજે કરી અપહરણ કરાયેલા 2 લોકોને છોડાવ્યા હતા. જેમાં યોગેશભાઈ ધર્મા ભાલેરાવ, મહેન્દ્રભાઈ વસંતરાવ ગાયકવાડને છોડાવ્યા હતા. બંન્ને ઈસમોએ સાપુતારા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. અપહરણ કરાયેલ વેપારીઓના પરિવારોએ નાસિક ખાતે અપહરણનો ગુનો દાખલ કરાવ્યો હતો.
પોલીસે ઝડપી પાડેલ આરોપીઓ
– વિનીત પુન્ડલીક જાલટે
– વિનોદ ઉર્ફે સાંઈરામ વિષ્ણુ ડાંગળે
– સંતોષ મારુતિ શિંદે
– રાહુલ કૃષ્ણકાંત ઘાયવટ
– ભારત દત્તાત્રેય દેવરે
ADVERTISEMENT
ADVERTISEMENT