CM ની હાજરીમાં ગુજરાત સરકાર અને GOOGLE વચ્ચે MoU, પ્રતિ વર્ષે 50 હજાર લોકોને તાલીમ અપાશે
ગાંધીનગર : પીએમ મોદીએ ડિજિટલ ઇન્ડિયાન સુત્રને ચરિતાર્થ કરતા ગુજરાતે વધારે એક પગલું ઉઠાવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા એક નવી પહેલ હેઠળ ડિજિટલ વિશ્વની…
ADVERTISEMENT
ગાંધીનગર : પીએમ મોદીએ ડિજિટલ ઇન્ડિયાન સુત્રને ચરિતાર્થ કરતા ગુજરાતે વધારે એક પગલું ઉઠાવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા એક નવી પહેલ હેઠળ ડિજિટલ વિશ્વની દિગ્ગજ કંપની ગૂગલ સાથે મહત્વપુર્ણ કરાર કર્યા છે. આ અંગેના એમઓયું સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ હેઠળ આજે ગાંધીનગરમાં પુર્ણ થયા હતા. મુખ્યમંત્રીની હાજરીમાં સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નેહરા અને ગુગલના વાઇસ પ્રેસિડેન્ટ તથા કન્ટ્રી હેડ સંજય ગુપ્તાએ હસ્તાક્ષર કરીને પરસ્પર આ અંગેની આપ લે કરી હતી. આ MoU અન્વયે ગુજરાતની ગ્રામીણ મહિલાઓ, શાળાએ જતા બાળકો અને યુવા ઉદ્યોગસાહસિકોને ગુગલ અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે ઇન્ટરનેટના ઉપયોગ સહિતની ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ઉપયોગથી સામાજિક-આર્થિક પરિવર્તન લાવવામાં મદદ કરશે.
ગુજરાતનો સાક્ષરતા દર વધારવા માટે પ્રયાસો કરવામાં આવશે
પ્રતિ વર્ષ આશરે 50 હજાર જેટલા લોકોને તાલીમ આપવામાં આવશે. ગ્રામીણ મહિલાઓમાં ડિજિટલ લિટરસી વધારવા માટે બાળકો- વિદ્યાર્થીઓ અને યુવાઓના ક્ષમતા નિર્માણ-સ્કીલિંગને વધારે વેગ મળે તે માટેના તાલીમ સત્રોનું આયોજન ગુગલ દ્વારા કરવામાં આવશે. આ અંગે સીએમએ કહ્યું કે, ગુજરાતે સુદ્રઢ આઇસીટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવીને આઇ.ટીએ અને આઇ.ટી.ઇ.એસ પોલીસ 2022-27 ઘડી છે.
આ પોલીસી દ્વારા સમગ્ર ઉદ્યોગના લેન્ડસ્કેપે આકર્ષણ પેદા કર્યું
આ પોલીસી આઇટી ઉદ્યોગના સમગ્ર લેન્ડસ્કેપમાં આકર્ષણ પેદા કર્યું છે. તેની વિસ્તૃત વિગતો આપી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વમાં જે શ્રેષ્ઠ હોય તે ગુજરાતની ધરતી પર લાવવાનો નિર્ધાર કર્યો છે. રાજ્ય સરકારે વિવિધ નીતિગત પહેલથી સાકાર કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT