સ્ટાઇલિશ ગુજ્જુ બોયએ રાષ્ટ્રકક્ષાએ ગુજરાતનો ડંકો વગાડ્યોઃ કચ્છના ચેતનની કહાની મનોબળ મક્કમ કરનારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક કાંટેચા.કચ્છઃ કહેવાય છે ને કે કદમ અસ્થિર હોય તેને કદી રસ્તો નથી જડતો અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. હિમાલય સર કરવા જેવું જ કામ કચ્છના આ દિવ્યાંગ યુવાને કરી દેખાડ્યું છે. બાળપણથી જ વ્હીલચેર પર રહેલા ચેતન જજાણી આજે મેંગલોરના એક પ્રખ્યાત ફિટનેસ કન્સલ્ટન્ટ બન્યા છે અને હાલમાં જ એક રાષ્ટ્રીય કક્ષાની ફેશન શોમાં વિજેતા બન્યા છે. કોઈ સામાન્ય વ્યક્તિ માટે આ કરવું કોઈ મોટી વાત નથી પરંતુ જેણે પોતાનું સમગ્ર જીવન વીલ ચેર પર પસાર કર્યું હોય તેના માટે આ કામ અશક્યને શક્ય કરવા સમાન છે.

બન્યા પ્રખ્યાત ફિટનેસ કન્સલ્ટન્ટ

મૂળ કચ્છના નાનકડા ખટીયા ગામના ચેતનભાઇએ બે વર્ષની ઉંમરે જ પોલિયોના કારણે પોતાના બંને પગ ગુમાવ્યા હતા. નાની ઉંમરથી જ સ્પોર્ટ્સ માં રસ જાગ્યો પરંતુ તેમની વ્હીલચેરે તેમને રોકી રાખ્યા હતા. દુનિયાએ હંમેશા દિવ્યાંગ લોકોને નબળા માની તેમને સહેલા કામો કરતા શીખવાડ્યા છે પરંતુ નાની ઉંમરમાં જ જીવનના અનેક પાઠ શીખી ગયેલા ચેતનભાઈએ દુનિયાના બનાવેલા નિયમોને તોડી ફિટનેસના ક્ષેત્રમાં પગ મૂક્યો હતો. પોતાના આ પેશનને જ પોતાનો પ્રોફેશન બનાવી ચેતન ભાઈએ જીમમાં ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું અને આજે મેંગલોર ના એક પ્રખ્યાત ફિટનેસ કન્સલ્ટન્ટ છે.

ADVERTISEMENT

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ?’ નવસારીમાં ભજન સંધ્યામાં PSI પર બુટલેગરોએ કર્યો નોટોનો વરસાદ

બસ અહીંથી શરૂ થઈ સફળતાની સફર

બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ પૂરું કર્યા બાદ ચેતનભાઈએ નોકરી શરૂ કરી અને સ્વનિર્ભર બન્યા, પરંતુ એક સામાન્ય નોકરી કરવી એ તેમના જીવનને સાર્થક ન કરતું હોવાનું તેમને લાગ્યું. તેમને બાળપણથી જ સ્પોર્ટ્સમાં રસ હતું પરંતુ પેરા સ્પોર્ટ્સ માટે કચ્છના નાનકડા ખટીયા ગામમાં પૂરતી સગવડો ન હોતાં આ અડગ મનના મુસાફર મોટા શહેર તરફ નીકળી પડ્યા.

વ્હીલચેર પર રેમ્પ વૉક કરનાર એકમાત્ર ચેતન

એક પછી એક પેરા એથલેટિક્સ અને પેરા પાવર લિફ્ટિંગમાં રાજ્યકક્ષાએ અનેક સિદ્ધિઓ મેળવ્યા બાદ ચેતન ભાઈને મોડેલિંગમાં રસ જાગ્યો. છેલ્લા અનેક વર્ષોથી મોડેલિંગનો શોખ પોતાની અંદર દબાવી બેઠેલા ચેતનભાઈએ આખરે આ વર્ષે રૂબરૂ મિસ્ટર ઈન્ડિયાની 19મી આવૃત્તિમાં ભાગ લીધો અને સમગ્ર દેશમાંથી પસંદ થયેલા 32 લોકોમાંથી વ્હીલચેર સાથે રેમ્પ વોક કરનારા એકમાત્ર યુવાન હતા.

ADVERTISEMENT

ADVERTISEMENT

વ્હીલચેર પર જ ઓડિશન, ઈન્ટરવ્યૂ, ફિટનેસ જેવા જુદા-જુદા રાઉન્ડ પૂરા કરી ચેતનભાઈ અંતિમ રાઉન્ડ સુધી પહોંચ્યા અને રેમ્પ પર વ્હીલચેર સાથે પૂરા આત્મવિશ્વાસ સાથે વોક કરનાર આ કચ્છી માડુ રૂબરૂ મિસ્ટર ઈન્ડિયાનો ખિતાબ મેળવનાર પહેલા દિવ્યાંગ ગુજરાતી બન્યા હતા. ચેતનભાઈએ રૂબરૂ મિસ્ટર ઈન્ડિયા વેસ્ટ 2023 સાથે મોસ્ટ ઈન્સ્પિરેશનલ પર્સનાલિટી ઓફ ઈન્ડિયા 2023નું ટાઈટલ પણ પ્રાપ્ત કર્યું હતું.

9 મીટરના રેમ્પ પર વ્હીલચેર વડે વોક કરનાર આ યુવાને કચ્છના નાનકડા ખટીયા ગામને રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ અપાવી છે. આ જીતને એક જવાબદારી માની ચેતનભાઈ ઈચ્છે છે કે વિકલાંગતા ધરાવતા લોકોના શિક્ષણ અને ઉછેરના ક્ષેત્રમાં કામ કરી તેમને પ્રોત્સાહિત કરવાના તેઓ પ્રયાસ કરે.

    follow whatsapp

    ADVERTISEMENT