ખેડામાં પોતાનું પાપ છુપાવવા 1 માસના બાળકની હત્યા કરનારી માતાને કોર્ટે ફટકારી આજીવેન કેદની સજા

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ/ખેડા: ‘છોરું કછોરું થાય પરંતુ માવતર કમાવર ન થાય’ આ કહેવત ખેડા જિલ્લાના કઠલાલમાં ઉલ્ટી જોવા મળી છે. અહીંયા માતાએ જ પોતાના માત્ર એક માસના નવજાત બાળકની કેનાલમાં ફેંકી ને હત્યા કરી હતી. જે ગુનામાં કપડવંજ કોર્ટે હત્યારી માતાને આજીવન કેદની સજા ફટકારી છે.

2019માં ગરનાળામાંથી મળી હતી 1 માસના બાળકની લાશ
વર્ષ 2019માં ખેડા જિલ્લાના કઠલાલના લાડવેલ ગામ નજીક નર્મદા કેનાલ પાસે આવેલ કપડવંજ રોડ પર ગરનાળા નીચે પાણીમાંથી એક બાળકની લાશ મળી આવી હતી. આશરે એકાદ મહિનાના આ બાળકની લાશ પાણીમાં ફૂગાઈ ગઈ હતી. પોલીસ દ્વારા જે તે સમયે બાળકના મૃતદેહનો કબજો લઈ તેને પીએમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. અને આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન પોલીસ દ્વારા વિવિધ નગરપાલિકાઓ તેમજ ગ્રામ પંચાયતોમાં જન્મેલ બાળકોની નોંધણી અંગેની તપાસ કરાઈ હતી. જેમાં આશાબેન રાઠોડે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે 23 મે 2019 ના રોજ એક બાળકને જન્મ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેની જન્મની નોંધણી 24 મે 2019 ના રોજ કરાઈ હતી. જેમાં માતાનું નામ આશાબેન રાઠોડ અને જન્મસ્થળ તરીકે નડિયાદ નગરપાલિકામાં નોંધાવાયુ હતું. જે દસ્તાવેજ સિવિલ હોસ્પિટલ તરફથી નડિયાદ નગરપાલિકાને જન્મ નોંધણી માટે આપાયું હતું. જે દાખલો પોલીસે તપાસ માટે કબજે લીધો હતો. જન્મના દાખલાના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.

બાળકના DNAની તપાસ કરાતા ભાંડો ફૂડવાનો ડર હતો
તપાસ કરતા જાણવા મળ્યું કે, આશાબેન ને તેમના પતિ સાથે મનમેળ નથી અને આ બાબતનો ભરણપોષણનો કેસ કઠલાલની કોર્ટમાં ચાલી રહ્યો છે. જેને લઇને પોલીસ દ્વારા આશાબેનના પતિની પૂછપરછ કરવામાં આવતા તેણે પોતાને એક દીકરો હોવાનું જણાવ્યું હતું. અને તે દીકરા સિવાય અન્ય તેના સંતાન નથી. તે અંગે જણાવતા પતિએ DNA ટેસ્ટ કરાવવાની માંગણી કરી હતી. જેને લઇને બાળકનું પીએમ કરતી વખતે ડીએનએ ટેસ્ટ માટે વિશેરા લેવામાં આવ્યા હતા. તેમજ આરોપી આશાબેન ના પણ ડીએનએ સેમ્પલ લેવાયા હતા. અને અન્ય એક ઇસમના પણ ડીએનએ સેમ્પલ તપાસવામાં આવ્યા હતા. જે તપાસ સાથે મોકલી આપવામાં આવ્યા બાદ બાળક આશાબેનનું હોવાનું બહાર આવ્યું હતું. તો બાળકનો પિતા આશાબેનનો પતિ ન હોવાનું પણ સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે આશાબેનની પૂછપરછ હાથ ધરી હતી.

ADVERTISEMENT

પર પુરુષ સાથેના સંબંધથી જન્મ્યુ હતું બાળક
પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, આશાબેન તેમજ તેના પતિને મનમેળ ન થતા કઠલાલ કોર્ટમાં ભરણપોષણનો કેસ ચાલુ હતો અને પતિ દ્વારા ભરણપોષણના કેસ વખતે એવો પણ આક્ષેપ કરાયો હતો કે પતિ-પત્ની વચ્ચેના સંબંધથી માત્ર એક જ પુત્રનો જન્મ થયો છે. અન્ય જન્મેલા પુત્ર બાબતે તે પોતે પિતા નથી. અને જો કોઈ પુત્ર હોય તો તેનું ડીએનએ ટેસ્ટ થવું જોઈએ તેવી પિતાએ માંગણી કરી હતી. જેને લઈને આશાબેન ગભરાઈ ગયા હતા. અને પોતાના પતિ સાથેના શારીરિક સંબંધથી નહિ પરંતુ પર પુરુષ સાથેના સંબંધને કારણે અન્ય પુત્રનો જન્મ થયો હોવાનું સામે આવી જશે તથા પોતે ભરણપોષણનો કેસ હરી જસે તેવા ડરને લઇને આશાબેને પોતાના એક માસના નવજાત બાળકને કેનાલમાં ફેંકીને પોતાના પુત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જેને લઇને કઠલાલ પોલીસે પોતાના જ નવજાત પુત્રની હત્યામાં માતાની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

સેશન્સ કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
જે કેસ આજે કપડવંજ સેશન કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મિનેશ પટેલ દ્વારા 12 જેટલા મૌખિક પુરાવા અને 60 થી વધુ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. આ તમામ પુરાવાના આધારે કપડવંજ સેશન કોર્ટના ન્યાયાધીશ વી.પી અગ્રવાલ દ્વારા સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખવામાં આવી હતી. અને હત્યારી માતા આશાબેન રાઠોડને આજીવન કેદની સજા અને 5000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જોકે આરોપી સજા દરમિયાન કોર્ટ પરિસરમાં હાજર ન હતા. જેને લઈને તેમના વિરુદ્ધ સજા વોરંટ પણ ઇસ્યુ કરવા કોર્ટે પોલીસને જણાવ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT