માતા-પિતાએ જ બાળકીને જમીનમાં દાટી દીધી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ, પોલીસે નંદાસણથી ધરપકડ કરી
સાબરકાંઠાઃ બાળકીને જમીનમાં દાડીને ફરાર થઈ ગયેલા માતા-પિતાની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ બંનેએ વહેલી સવારે 6 વાગ્યા પછી બાળકીને જમીનમાં દાટી દીધી હોવાની…
ADVERTISEMENT
સાબરકાંઠાઃ બાળકીને જમીનમાં દાડીને ફરાર થઈ ગયેલા માતા-પિતાની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ બંનેએ વહેલી સવારે 6 વાગ્યા પછી બાળકીને જમીનમાં દાટી દીધી હોવાની માહિતી પણ મળી છે. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠામાં માતા-પિતાએ નવજાત બાળકીને જમીનમાં દાટી દીધી હતી. જોકે તેના રડવાનો અવાજ આવતા સ્થાનિકોએ જમીન ખોદતા તેમાંથી જીવિત હાલતમાં બાળકી મળી આવી હતી, ત્યારપછી તેને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
પોલીસે 3 ટીમ બનાવી ધરપકડ કરી
સાબરકાંઠામાં બાળકીને જમીનમાં દાટી ફરાર થયેલા ઓરોપીને પકડવા માટે સ્થાનિક પોલીસ એક્ટિવ થઈ ગઈ હતી. આ દરમિયાન પોલીસની ટુકડીએ 3 ગ્રુપ બનાવી આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી દીધી હતી. જોકે ત્યારપછી પોલીસ તપાસમાં ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ બાળકીને દાટી દેવામાં તેના જ માતા-પિતાનો હાથ હતો. ઉલ્લેખનીય છે કે પોલીસે તાત્કાલિક ધોરણે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાથી બાળકીના માતા-પિતા ભિલોડાનાં નંદાસણ પાસેથી ઝડપાયા હતા.
માતા-પિતાએ કાવતરૂ ઘડ્યું
વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ માતા-પિતાએ બાળકીને જમીનમાં દાટી દીધી હતી અને ત્યારપછી ફરાર થઈ ગયા હતા. ગંભોઈ ખાતે આ બાળકીના માતા-પિતા છેલ્લા પંદર દિવસથી રહેતા હતા. ત્યારપછી બાળકીને જમીનમાં કેમ દાટી દીધી એ અંગે હજુ સુધી પોલીસ તેમની સાથે પૂછ પરછ કરી રહી છે.
ADVERTISEMENT
બાળકીનો રડવાનો અવાજ આવતા મજૂરોએ જમીન ખોદવાનું શરૂ કર્યું
સાબરકાંઠાના હિંમતનગરના ગાભોઈમાં જીઈબીની ઓફિસની બાજુમાં જમીનમાંથી બાળકનો રડવાનો અવાજ આવતા આસપાસમાં મજૂરી કામ કરનારા લોકો ચોંકી ઉઠ્યા હતા. ત્યારપછી જમીનમાં ખોદતા તેમાંથી નવજાત બાળકી મળી આવી હતી. જેને પગલે સ્થાનિકોમાં હડકંપ મચી ગયો હતો. જોકે ત્યારપછી સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, બીજી બાજુ 108 મારફતે નવજાતને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. બીજી તરફ સ્થાનિકોએ ફૂલ જેવા કૂમળા બાળકને જમીનમાં દાટી દેનાર સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો.
નડીયાદમાં કોર્ટની બહાર બાળક તરછોડવાની ઘટના બની હતી
નોંધનીય છે કે તાજેતરમાં જ નડિયાદમાં પણ આ પ્રકારે જિલ્લા ન્યાયાલયની બહાર નવજાત બાળકને તરછોડી દેવાની ઘટના બની હતી. જેમાં કોર્ટની વોલને અડીને નવજાત બાળક મળી આવ્યું હતું. જોકે મહિલા ન્યાયાધીશની નજર પડતા તેમણે તરત જ કારમાંથી ઉતરીને બાળકને લઈને હોસ્પિટલ દોડી ગયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT