હિંમતનગરમાં ચાલુ પંખા સાથે છત પડી, ભર ઊંઘમાં રહેલા માતા-પુત્રીના દબાઈ જતા કરુણ મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

હસમુખ પટેલ/સાબરકાંઠા: સાબરકાંઠાના હિંમતનગરમાં સોમવારે રાત્રે કરુણ ઘટના બની હતી. જેમાં ઘરમાં ઊંઘી રહેલા માતા-પિત્રી પર ચાલુ પંખા સાથે છત પડતા બંનેના મોત નિપજ્યા હતા. ઘટના બાદ તાત્કાલિક બંનેને સારવાર માટે 108માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.

રાત્રિના સમયે સૂતેલા માતા-દીકરી પર છત પડી
વિગતો મુજબ, હિંમતનગરના પોલો ગ્રાઉન્ડના મુસ્તફા મસ્જીદ રોડ પર આવેલી સર્વોદય સોસાયટી સામેના ઘરમાં સોમવારે રાત્રે માતા-પુત્રી ઊંઘી રહ્યા હતા. બંને રાત્રીના સમયે ભર ઊંઘમાં હતા એવામાં જ ચાલુ પંખા સાથે ઘરની છત તેમના પર ધરાશાયી થઈ હતી. ઘટનામાં બંને જણા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.

હોસ્પિટલમાં પહોંચતા તબીબે મૃત જાહેર કર્યા
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સને ફોન કરીને જાણ કરી હતી. બંને માતા-દીકરીને પહેલા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા, જોકે સ્થિતિ બગડતા સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર મામલે હવે બી-ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT