મચ્છરોના ત્રાસથી 4 સિંહો જંગલ છોડી ભાગ્યા! જાણો જુનાગઢની શેરીઓમાં પછી શું થયું…
જુનાગઢઃ જંગલનો રાજા તો સિંહ એ તો આપણો સૌ જાણીએ જ છીએ. પરંતુ જુનાગઢના ગાંધીગ્રામ વિસ્તારની શેરીઓમાં પણ સિંહોએ જાણો પોતાનું સમ્રાજ્ય સ્થાપિત કર્યું હોય…
ADVERTISEMENT
જુનાગઢઃ જંગલનો રાજા તો સિંહ એ તો આપણો સૌ જાણીએ જ છીએ. પરંતુ જુનાગઢના ગાંધીગ્રામ વિસ્તારની શેરીઓમાં પણ સિંહોએ જાણો પોતાનું સમ્રાજ્ય સ્થાપિત કર્યું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે. અહીં મોડી રાત્રે ગાંધીગ્રામ વિસ્તારના મેઈન રોડ પર સિંહો આંટાફેરા મારતા જોવા મળ્યા હતા. એક નહીં બે નહીં.. ચાર-ચાર સિંહોને જોઈને આસપાસના લોકોમાં ભયની સ્થિતિ પ્રસરી જવા પામી હતી. જોકે જંગલ છોડીને અહીં શેરીઓમાં આવેલા આ ચાર સિંહોનું કારણ તમને જરૂર હસાવી દેશે. નોંધનીય છે કે આ દરમિયાન વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ સિંહોને જોઈને અચાનક જ લોકોએ જે કહ્યું એના પછી થઈ જોવાજેવી…
સિંહને રસ્તામાં જોતા લોકોએ તાત્કાલિક….
જુનાગઢની શેરીઓમાં જેવી રીતે સિંહો આટા ફેરા કરી રહ્યા હતા. એને જોઈને લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. જોકે લોકોએ ત્યારપછી જાણો ડર હોવા છતા પોતાનો ફોન કાઢી વીડિયો અને ફોટો લેવાનું શરૂ કરી દેતા જોવા જેવી થઈ હતી. આટલા ભયનજક માહોલ વચ્ચે પણ લોકો ડિજિટલ યુગમાં પોતાનો મોબાઈલ કાઢીને સિંહોની તસવીરો લેતા નજરે પડ્યા હતા. જોકે આ સિંહો જંગલમાંથી કેમ ભાગ્યા છે એનું કારણ તમને હસાવી દેશે.
ADVERTISEMENT
મચ્છરથી હેરાન થઈને સિંહો બહાર આવ્યા..
ગાંધીગ્રામ વિસ્તારમાં બીજા દિવસે એટલે બુધવારે રાત્રે પણ સિંહોએ ધામા નાખ્યા હતા. આ દરમિયાન સિંહો લગભગ 2 કલાક સુધી રસ્તા પર બેઠેલા જોવા મળ્યા હતા. જેથી સ્થાનિકોની સાથે વન વિભાગ પણ ચિંતામાં મુકાઈ ગયું હતું. આ દરમિયાન તેમણે સતર્ક થઈને સિંહોની તમામ સ્થિતિ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. અત્યારે વન વિભાગ સિંહોને જંગલ તરફ પરત મોકલવાની કવાયત કરતા નજરે પડ્યા હતા. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે ગિરનારના જંગલમાં સિંહો મચ્છરથી પરેશાન થઈને શેરીઓમાં આવ્યા હોવાની માહિતી વહી રહી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ઘણીવાર આ કારણોસર સિંહ જંગલથી શેરીઓ તરફ આવી જાય છે.
With Input – ભાર્ગવી જોશી
ADVERTISEMENT
ADVERTISEMENT