અમેરિકામાં ‘IELTS કૌભાંડ’નાં વધુ 7 ગુજરાતીઓનો પર્દાફાશ, જાણો કેનેડાથી ન્યૂયોર્કનું કનેક્શન

ADVERTISEMENT

gujarattak
social share
google news

USA/કેનેડા: અમેરિકામાં અત્યારે IELTS કૌભાંડ મુદ્દે સતર્ક થઈ ગયું છે. અહીં કેનેડાનાં ક્યૂબેકથી ન્યૂયોર્ક રૂટ પર પ્રવેશતા વધુ 7 વિદ્યાર્થીઓને અમેરિકામાં ઝડપી પાડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યારે વિદેશ જવાનો ક્રેઝ તથા ઝડપથી કમાણી કરીને જીવી લેવા માટે યુવાનો ગેરકાયદેસરરીતે સરહદો પાર કરતા હોય છે. US ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ ઈન્ફોર્સમેન્ટે કડક કાર્યવાહી હાથ ધરી દીધી છે. જેના પરિણામે તપાસમાં એવી જાણવા મળ્યું છે કે સાતેય વિદ્યાર્થીઓને અંગ્રેજી બોલતા પણ આવડતું નથી.

IELTSના ફેક બેન્ડ અને સર્ટિફિકેટ આપતા એજન્ટનો પર્દાફાશ
અગાઉ મહેસાણા જિલ્લાના 4 યુવાનો કેનેડાથી અમેરિકા જતા મુશ્કેલીમાં મુકાયા હતા. અહીં અમેરિકામાં તેમની ધરપકડ કરાયા બાદ જાણવા મળ્યું હતું કે આ વિદ્યાર્થીઓને સામાન્ય અંગ્રેજીભાષાનું જ્ઞાન પણ નહોતું. તેવામાં વિદેશ જવાનો આ કૌભાંડ છતો થઈ જતા અમેરિકા એક્ટિવ મોડ પર આવી ગયું છે અને જેના પરિણામે બુધવારે ગુજરાતનાં વધુ 7 વિદ્યાર્થીઓને તેમણે ઝડપી પાડ્યા છે. અહેવાલો પ્રમાણે આ તમામ પાસે 7થી 8 IELTSમાં બેન્ડ હતા પરંતુ અંગ્રેજી બોલતા પણ આવડતું નહોતું.

માનવ તસ્કરીના કિસ્સા વધ્યા
અત્યારે મોટાભાગના યુવાનો કેનેડાથી અમેરિકા જવા માટે રવાના થતા હોય છે. અહીં માનવ તસ્કરીના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં એવા વિદ્યાર્થીઓનો પર્દાફાશ થયો છે કે જેમને અંગ્રેજી આવડતું નહોતું છતા એજન્ટો 8 બેન્ડ વાળા ખોટા IELTSના સર્ટિફિકેટો આપી તેમને કેનેડા એન્ટ્રી કરાવી દેતા હતા. ત્યારપછી કેનેડાથી અમેરિકા લઈ જવામાં આવતા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT