વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપને ઝટકો, એક સાથે 500 પાટીદાર બહેનો-હોદ્દેદારોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

પાટણ: ગુજરાતમાં હવે ગણતરીના મહિનાઓમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, એવામાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ત્યારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. સરસ્વતી તાલુકાના ભાજપ મહામંત્રીઓ તથા સક્રિય કાર્યકરો તથા હોદ્દેદારો સહિત 500 જેટલા લોકોએ આજે ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો ‘હાથ’ પકડ્યો હતો.

500 પાટીદાર મહિલાઓએ ભાજપનો સાથ છોડ્યો
સરસ્વતી તાલુકાના કાતરા ગામના પાટીદાર સમાજની મહિલાઓ સહિત 500 જેટલા હોદ્દેદારો અને કાર્યકરોએ આજે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આ તમામ કાર્યકરોએ આજે સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના હાથે કોંગ્રેસનો ખેસ ધારણ કરી પક્ષમાં જોડાઈ ગયા હતા. ભાજપ છોડીને કોંગ્રેસનો હાથ પકડનારા આ હોદ્દેદારોમાં સરસ્વતી તાલુકા ભાજપ મહામંત્રી જમનાબેન મનીષભાઈ મહેલ, ઠાકોર લેબાજી સરદારજી, સરસ્વતિ તાલુકા ભાજપના સક્રિય કાર્યકર કિરીટભાઈ બાબુભાઈ બારોટ તથા અન્ય સમિતીના હોદ્દોદારો છે.

લાંબા સમયથી રોડના પ્રશ્નનો ઉકેલ ન આવતા નારાજ હતા ગ્રામજનો
હકીકતમાં આ ગામમાં વર્ષોથી રોડની સમસ્યા હતી. જેની અનેક રજૂઆત કરવા છતાં ઉકેલ નહોતો આવી રહ્યો. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યએ તેમના રોડના પ્રશ્નોનો ઉકેલ લાવી આપીને 3 કિલોમીટરનો રોડ બનાવી આપ્યો હતો. કાતરા ગામમાં વર્ષોથી કાચો રસ્તો હતો, જેના કારણે લોકોને આવવા-જવામાં તકલીફ પડતી હતી. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યએ તેમની સમસ્યા સાંભળીને ઉકેલ લાવી આપતા તેમણે ભાજપનો સાથ છોડી દીધો હતો. આ વિશે સિધ્ધપુરના કોંગી ધારાસભ્ય ચંદનજી ઠાકોરે કહ્યું કે, જે રીતે ગુજરાત અને સમગ્ર દેશમાં મોંઘવારી વધી રહી છે. જે અહીત થઈ રહ્યું છે, ખેડૂતો બેહાલ થઈ રહ્યા છે, વ્યાપારીઓ બેહાલ છે. એવામાં પાટીદાર સમાજની બહેનોએ કોંગ્રેસમાં જોડાઈનો કોંગ્રેસનો હાથ મજબૂત કર્યો છે. 2022ની ચૂંટણીમાં ભાજપને પાટીદાર સમાજ જાકારો આપશે.

ADVERTISEMENT

(વિથ ઇનપુટ: વિપિન પ્રજાપતિ)

    follow whatsapp

    ADVERTISEMENT