પોલીસ વિભાગમાં મોટા ફેરફાર, રાજ્યમાં 500થી વધુ PSIને મળી બઢતી

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat police : જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવતી જઇ રહી છે તેમ તેમ સરકાર IAS થી માંડીને કોન્સ્ટેબલ સુધી એક પછી એક બદલીઓનો ઘાણવો ઉતારી રહી છે. રાજ્યમાં 500થી વધુ જેટલા એએસઆઇથી પીએસઆઇ તરીકેની બઢતીના સમાચાર સામે આવી રહ્યા છે.પોલીસ વિભાગની અખબારી યાદીમાં આ માહિતી આપવામાં આવી છે.

હજુ ફેબ્રુઆરી સુધીમાં મોટા પાયે બદલી આવશે

અગાઉ થોડા સમય પહેલા જ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, ગુજરાતના પોલીસ તંત્ર અને રેવન્યૂમાં નવા વર્ષમાં આવશે મોટા પાયે ફેરફારો કરવામાં આવશે. આ આદેશ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અપાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ચૂંટણી પંચે દરેક રાજ્ય સરકારને આદેશ આપ્યો છે. 30 જૂન સુધીમાં ત્રણ વર્ષ પૂર્ણ કરનાર તમામ અધિકારીઓની બદલી થશે. રેવન્યુ અને પોલીસ તંત્રને બદલીની યાદી તૈયાર કરી 31 જાન્યુઆરી સુધીમાં ઇલેક્શન કમિશનને રિપોર્ટ મોકલવા રહેશે. એવામાં એવી માહિતી પણ હતી કે ગુજરાતમાં ફેબ્રુઆરી સુધીમાં પીએસઆઇ, પીઆઇ અને ડીવાયએસપીઓમાં મોટા પાયે બદલી આવશે. એવામાં હાલ જ પોલીસ વિભાગનો મોટો નિર્ણય સામે આવી રહ્યો છે કે રાજ્યમાં 500થી વધુ જેટલા પીએસઆઇની બદલી કરવામાં આવી છે.

ADVERTISEMENT

અગાઉ અમદાવાદ પોલીસ કમિશ્નરે કર્યા હતા મોટાપાયે ફેરફાર

અગાઉ નવેમ્બરમાં અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ મલિક દ્વારા એક સાથે 1124 પોલીસ કર્મચારીઓની બદલી કરી દીધી હતી. ન ભુતો ન ભવિષ્યતી કહી શકાય તેવી આ બદલીના પગલે પોલીસ મહેકમમાં હડકંપ મચ્યો હતો. વર્ષોથી પોલીસ સ્ટેશનમાં ગુંદર લગાવીને બેઠેલા ASI, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલોની બદલી કરવામાં આવી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT