સરકાર સામે 30થી વધુ આંદોલનો? સોશિયલ મીડિયા પર લિસ્ટ થયું વાઇરલ
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી તેમ તેમ સરકાર સામે વિવિધ સંગઠનોએ આંદોલનનો રસ્તો અપનાવ્યો છે. સરકાર સામે પોતાના પડતર પ્રશ્નોને લઈને સરકારી અને…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી તેમ તેમ સરકાર સામે વિવિધ સંગઠનોએ આંદોલનનો રસ્તો અપનાવ્યો છે. સરકાર સામે પોતાના પડતર પ્રશ્નોને લઈને સરકારી અને અર્ધસરકારી સંગઠનો મેદાને આપ્યા છે. સૌ કોઇના મોઢે અત્યારે આંદોલનોની ચર્ચા છે. સોશિયલ મીડિયા પર આ આંદોલનનો આંકડો સામે આવ્યો છે. સંગઠનોના વિવિધ આંદોલનનો આંક 30થી વધ્યો હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સરકાર સામે આંદોલનો આવી રહ્યા છે. સરકારનું નાક દવાબી અને પડતર માંગણી ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર આંદોલનોનો આંક સામે આવ્યો છે. ગુજરાત સરકાર સામે કુલ 31 આંદોલનો સામે આવ્યા છે. સરકારે આંદોલનો ઠારવા માટે આંદોલન સમિતિની પણ રચના કરી છે પરંતુ સરકારની સમસ્યામાં સતત વધાર થઈ રહ્યો છે. છેલ્લા કેટલાય વર્ષોની પડતર માંગણીને લઈને સરકાર સામે સંગઠનો પહોંચ્યા છે. હવે જોવાનું રહ્યું કે સરકાર કોઈ રસ્તો કાઢી શકશે કે પછી આ આંદોલનોની અસર ચૂંટણી પર જોવા મળશે.
ગુજરાતમાં ચાલતા લેટેસ્ટ આંદોલનો
ADVERTISEMENT
1. શિક્ષકોનું OPS આંદોલન
2. પોલીસકર્મીઓનું ગ્રેડ પે આંદોલન
3. વનરક્ષકોનું આંદોલન
4. કિસાન આંદોલન
5. વિદ્યાસાહયક ભરતી આંદોલન
6. ટેટ પરીક્ષા માટેનું આંદોલન
7. તલાટી ભરતી આંદોલન
8. આંગણવાડી કાર્યકર આંદોલન
9. VCE આંદોલન
10.હોમગાર્ડના પગાર વધારા માટે આંદોલન
10. GISF પગાર વધારાનું આંદોલન
11. આઉટ્સોર્સીંગ કર્મચારીઓનું આંદોલન
12. આશા બહેનોનું આંદોલન
13. તલાટી કર્મીઓનું આંદોલન
14. શિક્ષણ મહાસંગઠનું આંદોલન
15. બેરોજગાર ઉમેદવારોનું આંદોલન
16. મોંઘવારી વિરોધ આંદોલન
17. માલધારી આંદોલન
18. PASS નું આંદોલન
19. અનામતનું આંદોલન
20. અનામત બચાવો આંદોલન
21. પેપર કૌભાંડ માટે આંદોલન
22. કંડક્ટર મિત્રોનું આંદોલન
23. ખરાબ રસ્તા માટે આંદોલન
24. ગૌચર માટે આંદોલન
25. આદિવાસીઓના હક માટે આંદોલન.
26. સમગ્ર શિક્ષા ના કરાર આધારિત કર્મચારીઓનું આંદોલન
27.જાતિ પ્રમાણપત્રો માટે આંદોલન
28.રહેમરાહે નોકરી માટે આંદોલન
29. પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારી (MPHW/FHW, MPHWS/FHWS) ટેક્નિલ ગણવા માટે આંદોલન.
30.કોર્ટ કેસ વાળા મશીન મંગલમ નરેગા ડીસ્મુ ગ્રામ સેવકો વિસ્તરણ અધિકારીઓ કે જેઓ કોર્ટ આધારિત રક્ષિત છે તેઓની માંગણી નું આંદોલન.
31. આરોગ્ય વિભાગના નેશનલ હેલ્થ મિશન અર્તગત કરાર આધારિત કર્મચારીઓનુ સમાન કામ સમાન વેતન, જોબ સિક્યુરીટી તથા બેઝ પે અને ઈક્રીમેન્ટના વધારા અંગે આંદોલન
ગુજરાત તક આ લિસ્ટની પુષ્ટી નથી કરતું
ADVERTISEMENT
ADVERTISEMENT