ગુજરાતમાં 24 કલાકમાં 224 તાલુકાઓમાં વરસાદની તોફાની ઈનિંગ, અમદાવાદમાં ગાંધી રોડ પર વાહનો તણાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ, સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જામનગસ સહેરમાં 4.5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. તો ગીર સોમનાથના તલાલામાં 4 ઈંચ, મહેસાણાના વિજાપુરમાં 3.8 ઈંચ, પાટણ અને વેરાવળમાં 3.2 ઈંચ વરસાદ નોંધાયો હતો. શનિવારે બપોર બાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદના પગલે અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા હતા. આ વચ્ચે ગાંધી રોડનો એક વીડિયો સામે આવી રહ્યો છે.

અમદાવાદમાં વરસાદની ધમાકેદાર ઈનિંગ
શનિવારે બપોરે અમદાવાદમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. શહેરના ગાંધી રોડ પુસ્તક બજાર પાસે વરસાદ બાદ રોડ પરથી નદી વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. ભારે પાણીના પ્રવાહમાં વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા, તો બ્રિજ નીચે પાર્ક કરેલું એક બાઈક પણ પાણીના પ્રવાહમાં તણાતું વીડિયોમાં કેદ થઈ ગયું હતું.

ADVERTISEMENT

ગુજરાત પર એકસાથે 3 સિસ્ટમ એક્ટિવ
નોંધનીય છે કે, ગુજરાત પર હાલ એક સાથે ત્રણ એક્ટિવ સિસ્ટમની અસરના પગલે હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓફસોર ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અનેક જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે. તો આવતીકાલે 10 જુલાઈએ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે માછીમારોને આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT