સરકાર-રાશન સંચાલકોની તકરારમાં પ્રજાનો મરો, દિવાળી ટાણે જ નહીં મળે સસ્તા તેલ-ખાંડ, અનાજ?

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ration Shop Owner Strike: ગુજરાતના 17 હજાર રાશન સંચાલકો દ્વારા આજથી અસહકારનું આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા આપેલા વચન પૂરા ન કરાતા રાશન સંચાલકો હડતાળ પર ઉતર્યા હતા. આના પરિણામે સરકારી રાશન પર નભતા હજારો પરિવારોને દિવાળી સમયે જ ખાંડ, તેલ અને અનાજથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

શું હતી રાશન સંચાલકોની માંગણી?

સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા તેમનું કમિશન વધારીને 20 હજાર રૂપિયા કરવાની માંગ કરવામાં આવી હતી. રાજ્યના 5 હજાર રાશન સંચાલકોનું જ કમિશન વધારીને 20 હજાર વધારે છે અને 12 હજાર સંચાલકોનું કમિશન 20 હજારથી ઓછું છે. આથી સરકારે આથી સરકારે 300થી ઓછા રેશન કાર્ડ ધરાવતી સસ્તા અનાજની દુકાનોને 20 હજાર કમિશન કરી આપવાનું વચન આપ્યું હતું.

આ અંગે ફેર પ્રાઈઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ પહલાદ મોદીએ પણ કહ્યું હતું કે, પૂર્વ મંત્રી નરેશ પટેલે 13000નું કમિશન વધારીને 20000 કરવા આદેશ કર્યા હતા. ઓક્ટોબર 2022માં સરકારે 20 હજાર કમિશન આપવાનો નિર્ણય પણ કર્યો હતો. સાથે અનાજના કટ્ટા પર એક કિલો ઘટ મજરે આપવાની કાર્ડ સંચાલકોએ માંગ કરી હતી.

ADVERTISEMENT

સરકારે આપેલા વચનને 15 માસનો સમય થઈ જતા પણ નિર્ણયનો અમલ થયો નથી. એવામાં રાશન કાર્ડ સંચાલકો દ્વારા ફરી અસહકારનું આંદોલન શરૂ કરાયું છે. એવામાં રાજ્યના 72 લાખ જેટલા રાશન કાર્ડ ધારકો દિવાણી ટાણે જ તેલ, ખાંડ અને અનાજ જેવી જીવન જરૂરિયાતની વસ્તુથી વંચિત રહેશે.

મંત્રી કુંવરજી બાવળીયાએ કહ્યું, સરકાર ચર્ચા માટે તૈયાર

આ અંગે પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા કહ્યું કે, રાજ્યમાં વ્યાજબી ભાવ દુકાનધારકો એ હડતાળ કરવાનું કહ્યું છે. એક મહિના પહેલા મોટાભાગની માંગણીઓ બાબતે સ્વીકાર કરવામાં આવ્યો હતો. અંદોર અંદર ગેર સમજના કારણે હડતાળના નિવેદન આવે છે. દિવાળીના સમયે વિતરણ કરવાની ચીજ વસ્તુઓ ઓક્ટોબર મહિનામાં જ વિતરણ કરી દેવામાં આવ્યું છે. સરકારનું મન ખુલ્લું છે હજુ પણ કોઈ મુશ્કેલીઓ હોય તો અમે ચર્ચા કરવા માટે તૈયાર છીએ. ગેરસમજણ હોય તો રેશનિંગ કાર્ડ ધારકો હજુ પણ બેઠક માટે આવે. વ્યાજબી માંગણીઓ હશે તો અમે સ્વીકારીશું. રેશનિક દુકાનદારોની અંદરો અંદરની લડાઈના કારણે આ હડતાલ છે.

ADVERTISEMENT

તેમણે ઉમેર્યું કે, રેશનિકાર્ડ ધારકો હજુ વધુ સરકારનું નાક દબાવવાની કૌશિશ કરશે તો અમે વૈકલ્પિક વ્યવસ્થાઓ વિચારી રાખી છે. અમારી પાસે પુરવઠાના વિતરણ અંગે વ્યવસ્થા વિચારી રાખી છે. અમે લાઇન્સન રદ કરવા સુધીના પગલાંઓ પણ લઈ શકીશું. એસોસિએશન વધુ રીતે દબાણ ઉભું કરશે તો અમે અમારું શસ્ત્ર ઉગામીશુ.

ADVERTISEMENT

(ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર)

 

    follow whatsapp

    ADVERTISEMENT