રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર, 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો

ADVERTISEMENT

rain fall
rain fall
social share
google news

અમદાવાદ: આ વર્ષે રાજ્યમાં વરસાદ મનમૂકીને વરસ્યો છે. રાજ્યમાં વરસાદી માહોલ સાથે વરસી રહેલા વરસાદને પરિણામે ચાલુ મોસમનો કુલ 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યમાં સરેરાશ વરસાદ ૧૦૦.૧૭ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ રીજીયનમાં ૧૫૫.૩૬ ટકા અને સૌથી ઓછો પૂર્વ ગુજરાતમાં ૮૨.૨૮ ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉતર ગુજરાતમાં ૧૦૭.૪૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૮૯.૪૪ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૦૮.૩૧ ટકા જેટલો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ધ્વારા મળેલી મહઇઉતી મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં ઉતર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસયો છે. જેમાં મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં ૨૦૩ મીમી એટલે કે આઠ ઇંચથી વધુ જયારે મોરબી તાલુકામાં ૧૩૪ મીમી, બેચરાજીમાં ૧૨૪ મીમી અને રાધનપુર તાલુકામાં ૧૨૧ મીમી મળી કુલ ત્રણ તાલુકાઓમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. આ ઉપરાંત વિસનગર તાલુકામાં ૧૧૪ મીમી, ઇડર તાલુકામાં ૧૨૦ મીમી, અને પાટણ તાલુકામાં ૯૮ મીમી મળી કુલ ૩ તાલુકામાં ચાર ઇંચ જેટલો, વિજાપુર તાલુકામાં ૮૨ મીમી, સરસ્વતીમાં ૯૦ મીમી, અમીરગઢમાં ૮૯ મીમી, પોશીનામાં ૮૯ મીમી, માણસામાં ૮૯ મીમી, જોટાણામાં ૮૪ મીમી અને હિમતનગરમાં ૭૪ મીમી મળી કુલ ૯ તાલુકામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે શપ્તેશ્વર, સાંતલપુર, ઉંજા, સિધ્ધપુર, પ્રાંતિજ, કડી, હરીજ, કલોલ, વિજયનગર, ચિલોડા, ગાંધીનગર, ભાભર, દિયોદર, મેઘરજ, અને કાંકરેજ મળી કુલ ૧૫ તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય ૪૯ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

૫૭ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા
રાજ્યના જળ સંપતિ વિભાગના ફ્લડ સેલ ધ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યના ૨૦૭ જળાશયો માં તા. ૨૪/૮/૨૦૨૨ સુધીમાં ૮૧.૪૮ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૯૦.૯૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર જળાશયમાં ૩૦,૩૨,૪૬, MCFT જળસંગ્રહ છે. અને ૨૦૬ જળાશયોમાં ૪,૨૭,૨૧૧ MCFT જળસંગ્રહ થયો છે. રાજ્યમાં થયેલ સાર્વત્રિક વરસાદને પરિણામે ૫૭ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે. જ્યારે ૭૨ જળાશયો સરદાર સરોવર સહીત ૭૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે, ૨૯ જળાશયો ૫૦ ટકાથી ૭૦ ટકા વચ્ચે, ૨૨ જળાશયો ૨૫ ટકાથી ૫૦ ટકા વચ્ચે, અને ૨૮ જળાશયો ૨૪ ટકાથી ઓછા ભરાયા છે.

ADVERTISEMENT

૩૯ જળાશયો હાઈ એલર્ટ પર 
રાજ્યના ૫૬ જળાશયો ૧૦૦ ટકાથી વધુ અને ૩૯ જળાશયોમાં ૯૦ ટકાથી ૧૦૦ ટકાની વચ્ચે જળસંગ્રહ હોઈ હાઈ એલર્ટ પર, ૧૬ જળાશયોમાં ૮૦ ટકાથી ૯૦ ટકાની વચ્ચે જળસંગ્રહ હોઈ એલર્ટ પર તથા ૧૯ જળાશયોમાં ૭૦ ટકાથી ૮૦ ટકા જળસંગ્રહ હોઈ સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

    follow whatsapp

    ADVERTISEMENT