CM ભુપેન્દ્ર પટેલની તિરંગા યાત્રામાં 1 લાખથી વધુ લોકો જોડાય તેવી શક્યતા

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટઃ ગુજરાતમાં હર ઘર તિરંગાનો કાર્યક્રમ જોરશોરથી ઉજવાઈ રહ્યો છે. આ દરમિયાન સુરત અને અમદાવાદમાં તિરંગા યાત્રાની આગેવાની કર્યા પછી આજે શુક્રવારે રાજ્યના મુખ્યમંત્રી રાજકોટમાં ઉપસ્થિત રહેશે. અહીં તેઓ હર્ષ સંઘવી અને સી.આર.પાટીલ સાથે તિરંગા યાત્રામાં ભાગ લેશે. જેમાં 1 લાખથી વધુ લોકો જોડાઈ શકે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે.

તિરંગા યાત્રા 2 KM લાંબી રહેશે
રાજકોટમાં આયોજિત આ તિરંગા યાત્રા 2 કિલોમીટર લાંબી રહેશે. જેની શરૂઆત બહુમાળી ભવનથી થશે અને ત્યારપછી શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો રાષ્ટ્રધ્વજ લઈને ફરશે. ઉલ્લેખનીય છે કે આ યાત્રાની તૈયારીઓ છેલ્લા ત્રણ દિવસથી કરાઈ રહી છે. આના આયોજન માટે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ અને મેયર ડો. પ્રદિપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરાઈ હતી. જેમાં 1 લાખથી વધુ લોકો જોડાઈ શકે એની માહિતી આપી હતી.

યાત્રાના આયોજનની ટાઈમલાઈન…

  • આ યાત્રા સવારે 8 વાગ્યે બહુમાળી ભવનથી નીકળશે, જેનો રૂટ 2 કિલોમીટરનો રહેશે.
  • પોલીસે વાહનચાલકોને હાલાકીનો સામનો ન કરવો પડે એના માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યું છે.
  • વિવિધ શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ પણ આ તિરંગા યાત્રામાં જોડાશે.
  • આ યાત્રાને પગલે યાજ્ઞીક રોડ હરીભાઈ હોલ તથા રાડિયા બંગલા ચોકથી માલવીયા રોડ પર કોઈપણ વાહનોને એન્ટ્રી નથી આપવામાં આવી અને નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરાયો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT