મોરબીમાં જ્યાં ચિતાઓ સળગતી હતી, ભાજપમાં કાર્યક્રમો ચાલતા હતા, PMએ કાર્યક્રમો સ્થગિત કરવા જોઈતા હતાઃ ઈશુદાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત જ્યાં આખું મોરબીની દુર્ઘટનાને કારણે હચમચી ગયું છે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજનો કાર્યક્રમ સ્થગિત કરાયો ન હતો. જેને લઈને આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ મોદી પર આકરા પ્રહાર કર્યા છે. નર્મદામાં જ્યાં એક તરફ નરેન્દ્ર મોદીએ આંસુ સાથે મોરબીમાં બનેલી ઘટનના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને બનાસકાંઠાના કાર્યક્રમ દરમિયાન પણ તેમણે આ ઘટનામાં દુઃખ વ્યક્ત કર્યું હતું પરંતુ થોડા જ સમય પછી કોંગ્રેસ પર ચૂંટણીલક્ષી આકરા બાણ પણ ચલાવ્યા હતા. આ બધી બાબતોને લઈને ઘણાઓએ સોશિયલ મીડિયા પર વાત કરી છે. આ કાર્યક્રમો મામલે આપ નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે, હા સાચી વાત છે, જ્યાં મોરબીમાં એક તરફ ચિતાઓ સળગી રહી હતી ત્યાં બીજી તરફ ભાજપમાં કાર્યક્રમો ચાલી રહ્યા હતા.

સંકટમાં જનતાને સહાનુભૂતિ તો આપોઃ ગઢવી
મોરબીમાં જ્યારથી પુલ પડવાની ઘટના બની છે તંત્રના કર્મચારીઓમાં સતત દોડાદોડ છે. જોકે આ તરફ જ્યાં તંત્ર કામે લાગ્યું છે અને લોકોની મરણચીસોથી ગુજરાત ગુંજી ઉઠ્યું છે ત્યાં ભાજપના કાર્યક્રમો થોભાવી દેવા જોઈતા હતા તેવી વાત સોશિયલ મીડિયા પર લોકો કરી રહ્યા હતા. એક ટ્વીટ કે જેમાં લખ્યું હતું કે મોરબીની ઘટનામાં આટલા લોકો માર્યા ગયા, આજે તો પ્રધાનમંત્રીએ રાજનૈતિક અને સરકારી કાર્યક્રમોને સ્થગિત કરી દેવા જોઈતા હતા. આખરે ગુજરાત તો તેમની પોતાની જન્મ અને કર્મભૂમિ છે. જે ટ્વીટમાં રિપ્લાય કરતાં આપ નેતા ઈશુદાન ગઢવી કહે છે કે, હાં સાચી વાત છે. બહુ જ દુઃખની વાત છે. એક તરફ મોરબીમાં ચિતાઓ સળગી રહી છે અને બીજી તરફ ભાજપના કાર્યક્રમ ચાલી રહ્યા છે. ઓછામાં ઓછું જનતાને સંકટમાં સહાનુભૂતિ તો આપો. ખૈર જનતાને ભાજપને ભાજપના અસલી રૂપની જાણ થઈ ગઈ છે.

ADVERTISEMENT

ઈશ્વર આ પ્રચારજીવીઓને સદબુદ્ધિ આપોઃ ગોપાલ ઈટાલિયા
આમ આદામી પાર્ટી ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, અંદાજે 200 જેટલા લોકોના દુર્ઘટનામા કમોત થયા હોય અને છતાંય ચૂંટણી પ્રચાર માત્ર એક દિવસ સુધી બંધ નથી રખાતો… હે ઈશ્વર આ પ્રચારજીવીઓને સદબુદ્ધિ આપો…

ADVERTISEMENT

આ તરફ ભાજપે પણ સોશિયલ મીડિયા પર નરેન્દ્ર મોદીની ભાવુક થઈને વાત કરતો વીડિયો ક્લિપ શેર કરી હતી. આવો જોઈએ તે વીડિયો પણ…

ADVERTISEMENT

આ તરફ કોંગ્રેસે પણ સ્થળ મુલાકાત કરતા પોતાના નેતાઓનો વીડિયો સોશિયલ મીડિયા પર મુકી સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. આવો જોઈએ તે વીડિયો પણ…


માનવતાએ ઘણા જીવ બચાવ્યા
આ બંને વચ્ચે એ પણ જોવું રહ્યું કે, ઘટના પછી ગુજરાતના ઘણા એવા નેતાઓ અને સામાજીક કાર્યકરો પણ સ્થળ પર લોકોની મદદે દોડી ગયા છે. અહીં માત્ર નેતાઓ જ નહીં પરંતુ સેવાભાવી એવા ઘણા કે જેમણે ના જાતિ જોઈ છે ના ધર્મ માત્ર માનવતાને ધ્યાને રાખીને લોકોની જેટલી થઈ શકે તેટલી મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને એક માત્ર સત્ય અહીં જોવા મળી રહ્યું છે કે જ્યારે માનવતાની વાત હોય ત્યારે આવી જ રીતે ધગશથી અને ભાવનાઓથી કામ થતું હોય છે, મદદ થતી હોય છે અને કોઈનો જીવ પણ બચી શકતો હોય છે.

    follow whatsapp

    ADVERTISEMENT