મોદીની મોરબી વીઝિટના ખર્ચનું ટ્વીટ કરનારા TMC નેતાને 2 દિવસના રિમાન્ડ
મોરબીઃ મોરબીમાં જ્યાં ઓરેવા કંપનીના માલિકો કાયદાના સકંજામાં આવતા નથી, ત્યાં ટીએમસીના એક નેતા મોદી અંગે વાત કરી દેતા પોલીસના હાથે જબ્બર ચઢી ગયા છે.…
ADVERTISEMENT
મોરબીઃ મોરબીમાં જ્યાં ઓરેવા કંપનીના માલિકો કાયદાના સકંજામાં આવતા નથી, ત્યાં ટીએમસીના એક નેતા મોદી અંગે વાત કરી દેતા પોલીસના હાથે જબ્બર ચઢી ગયા છે. તૃણમૂલ કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સાકેત ગોખલેને ગુજરાત પોલીસ રાજસ્થાનના જયપુર એરપોર્ટ પરથી ઝડપી લાવી છે. તેમની ધરપકડ પછી તેમને કોર્ટમાં પણ રજૂ કર્યા હતા જ્યાંથી પોલીસને તેમના 2 દિવસના રિમાન્ડ મળ્યા છે. મોરબીની ઘટના મામલે ટ્વીટ કરવામાં ગોખલેને કાયદાનો સકંજો લાગ્યો છે.
ધરપકડની જાણ માતાને કરી
સાકેત ગોખલે પર મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ છે. ટીએમસીના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયને આ મામલે કહ્યું હતું કે, સોમવારે સાકેત નવી દિલ્હીથી જયપુર ફ્લાઈટમાં ગયા હતા ત્યાં ઉતરતાની સાથે જ ગુજરાત પોલીસે તેમની ધરપકડ કરી છે. અમદાવાદ સાયબર સેલમાં તેમની સામે ખોટો કેસ કરાયો છે. તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષ ચુપ થઈ જશે નહીં. પોલીસે માત્ર તેમને એક કોલ કરવાની પરવાનગી આપી હતી જેમાં તેમણે પોતાની ધરપકડ અંગે માતાને ફોન કરીને જાણ કરી હતી.
ફેક ટ્વીટ સામે આવતા વધી મુશ્કેલી
ઉલ્લેખનીય છે કે સાકેતે થોડા સમય પહેલા એક ન્યૂઝ પેપર ના કટિંગ સાથે મોરબીમાં બ્રિજ દુર્ઘટના પછી જ્યારે નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હતી તેની પાછળ 30 કરોડ રૂપિયા ખર્ચ થયો હોવાનું કહ્યું હતું. જોકે તે ન્યૂઝ ખોટા હોવાનું સામે આવતા સાકેત સામે કાર્યવાહી થઈ હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT