મોરબી ઝુલતા પુલ પાસે કોઇ સર્ટિફિકેટ જ નહોતું: ચીફ ઓફીસરનો ઘટસ્ફોટ
મોરબી : સર્જાયેલી દુર્ઘટનામાં એક પછી એક તંત્રની ભુલો સામે આવી રહી છે. જેના કારણે આ અકસ્માત થયો તેની જવાબદારી મુદ્દે હવે સ્થાનિક તંત્ર અને…
ADVERTISEMENT
મોરબી : સર્જાયેલી દુર્ઘટનામાં એક પછી એક તંત્રની ભુલો સામે આવી રહી છે. જેના કારણે આ અકસ્માત થયો તેની જવાબદારી મુદ્દે હવે સ્થાનિક તંત્ર અને સરકાર સામે સવાલો ઉઠી રહ્યા છે. જો કે સરકાર દ્વારા હાલ તો રાહત અને બચાવકામગીરી પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જો કે આ દરમિયાન મોરબી નગરપાલિકાના ચીફ ઓફીસર દ્વારા મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે.
ચીફ ઓફીસર દ્વારા દાવો કરવામાં આવ્યો કે, સ્થાનિક તંત્ર કે પાલિકાને જાણ કર્યા વગર જ આ બ્રિજ ખુલ્લો મુકી દેવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા આ બ્રિજનું ઇન્સપેક્શન પણ કરવામાં આવ્યું નહોતું. આ અંગેનું ફિટનેસ સર્ટિફિકેટ પણ આ ટ્રસ્ટ પાસે નહોતું. ફિટનેસ સર્ટિફિકેટ વગર જ બ્રિજ ઉતાવળમાં ખુલ્લો મુકી દેવાયો છે. સ્થાનિક તંત્રને જાણ કર્યા વગર જ આ બ્રિજ ખુલ્લો મુકી દેવામાં આવ્યો હતો.
પાલિકાના ચીફ ઓફીસર સંદીપ સિંહ ઝાલા દ્વારા આ ઘટસ્ફોટ થતા હવે ઓરેવાના એમડી સહિતના વ્યક્તિઓ પર માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં આ ઘટનાના પડઘા પડ્યાં છે. અને લોકોમાં આ દુર્ઘટના બાદ તંત્ર અને સરકાર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT