ખાખીનો ખરો રંગ કપરા સમયમાં દેખાયોઃ મોરબની ઘટનાના આ Video જોઈ કરશો ગુજરાત પોલીસને સેલ્યુટ
મોરબીઃ મોરબીમાં જ્યારે રવિવારની સાંજે દુખદ ઘટના બની અને તે સાંજે જ્યારે લોકોને આ ઘટના વિશે હજુ થોડી ઘણી વિગતો મળી હતી ત્યારે સ્થાનીક લોકો…
ADVERTISEMENT
મોરબીઃ મોરબીમાં જ્યારે રવિવારની સાંજે દુખદ ઘટના બની અને તે સાંજે જ્યારે લોકોને આ ઘટના વિશે હજુ થોડી ઘણી વિગતો મળી હતી ત્યારે સ્થાનીક લોકો સહિત તંત્ર સ્થળ પર દોડી લોકોની મદદ કરવા પહોંચ્યા હતા. ઘટનામાં જ્યાં લોકોની તમે ચીચીયારીઓ સાંભળી, લોકોના મૃતદેહ જોયા તેના વચ્ચે એક એવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં ગુજરાત પોલીસના જવાનો પાણીમાં પડીને સંઘર્ષની સાથે લોકોનો બચાવ કરે છે. ઉપરાંત એસપી રાહુલ ત્રિપાઠીએ પણ પોલીસે કેવી રીતે લોકોને બચાવ્યા તેના અંગે વાત કરી છે.
વીડિયો જોઈ પોલીસને કરશો સલામ
ગુજરાત પોલીસ દ્વારા જાણે ખાખીનો ખરો રંગ આવા કપરા સમયમાં અચુક જોવા મળે છે તેવું આ વીડિયોમાં જોવા મળ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક પોલીસ જવાનો અસરગ્રસ્તોની મદદ કરી રહ્યા છે તેઓ પોતે પણ પાણીમાં પોતાનો જીવ જોખમમાં મુકીને લોકોને બચાવે છે. તેમની સાથે કેટલાક તરવૈયાઓ પણ જોડાયા હોય તેવું વીડિયોમાંથી અંદાજ લગાવી શકાય છે. આ વીડિયો જોઈ ખાખીને વધુ એક વખત સલામ કરવાની ઈચ્છા જરૂર થશે. જુઓ વીડિયો.
એક એવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં ગુજરાત પોલીસના જવાનો પાણીમાં પડીને સંઘર્ષની સાથે લોકોનો બચાવ કરે છે. પોલીસ દ્વારા આ ઘટનામાં કેવી કામગીરી કરાઈ જુઓ… #ViralVideo #GujaratPolice #MorbiBridgeCollapse #MorbiBridgeTragedy pic.twitter.com/6kM22nGTwL
— Gujarat Tak (@GujaratTak) November 2, 2022
એસપી રાહુલ ત્રિપાઠીએ કહ્યું
મોરબીના ઝુલતા પુલની ઘટનામાં પોલીસ કર્મચારીઓ દ્વારા તુરંત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઘણા પોલીસ કર્મચારીઓ મોરબીના એલસીબી પીઆઈ અને અન્ય અધિકારીઓ લોકોના જીવ બચાવવા માટે પાણીમાં ઉતરી ગયા હતા. લગભગ 50 જેટલો સ્ટાફ તો તુરંત મદદ માટે દોડી ગયો હતો. આવો તેમના જ શબ્દોમાં વધુ જાણીએ.
ADVERTISEMENT
મોરબીના ઝુલતા પુલની ઘટનામાં પોલીસ કર્મચારીઓ દ્વારા તુરંત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઘણા પોલીસ કર્મચારીઓ મોરબીના એલસીબી પીઆઈ અને અન્ય અધિકારીઓ લોકોના જીવ બચાવવા માટે પાણીમાં ઉતરી ગયા હતા#MorbiBridgeCollapse pic.twitter.com/1lb2mxxLAY
— Gujarat Tak (@GujaratTak) November 2, 2022
ADVERTISEMENT