કિરણ અને શેરપુરિયાને પણ ટપાવી ગયેલો મોરબીનો ઠગ પકડાયોઃ જે.પી નડ્ડાનો PA હોવાનું કહી ધારાસભ્યોનો કરતો શિકાર
મોરબીઃ મહારાષ્ટ્રના ધારાસભ્યને મુર્ખ બનાવવા નીકળેલો નિરજ રાઠોડ આખરે કાયદાના ચુંગાલમાં ફસાઈ ગયો છે. ધારાસભ્યને આ કહેતો કે તે ધારાસભ્યને મંત્રી બનાવી દેશે આવું કહી…
ADVERTISEMENT
મોરબીઃ મહારાષ્ટ્રના ધારાસભ્યને મુર્ખ બનાવવા નીકળેલો નિરજ રાઠોડ આખરે કાયદાના ચુંગાલમાં ફસાઈ ગયો છે. ધારાસભ્યને આ કહેતો કે તે ધારાસભ્યને મંત્રી બનાવી દેશે આવું કહી ભેજાબાજે ધારાસભ્યને જ લપેટામાં લઈ લીધા હતા. જોકે આખરે આ મામલે પોલીસ કાર્યવાહી શરૂ થઈ હતી અને હવે આ નિરજ પકડાઈ ગયો છે. નિરજને પોલીસ કેવી રીતે ઉચકી લાવી તેના સીસીટીવી પણ સામે આવ્યા છે જે અહીં આપ સમક્ષ રજુ કરાયા છે.
આજકાલ ભેજાબાજોનો જમાનો ચાલી રહ્યો છે, ભાજપના નેતાઓ સાથે તસવીરો પડાવી, પીએમઓની ઓળખ આપી, ભાજપ નેતાના પીએની ઓળખ આપીને સામાન્ય જનતાને ઠગતા લોકોનો રાફડો ફાટ્યો છે. જોકે અહીં તો મોરબીનો એક ઠગ એવો સામે આવ્યો છે કે ખુદ ભાજપના જ નેતાના પીએ હોવાની વાત કરીને ખુદ ધારાસભ્યને જ ચુના ચોપડવા નીકળી પડ્યો હતો. જોકે આ ઠગ હવે પોલીસના સકંજામાં આવી ચુક્યો છે. મહારાષ્ટ્રના નાગપુર મધ્યના એક ધારાસભ્યને મોરબીના ઠગનો જબ્બર અનુભવ થયો હતો. ધારાસભ્યને તેણે ધારાસભ્યમાંથી મંત્રી બનાવવાનું કહી મોહિત કરવાના પ્રયત્નો કર્યા હતા. જોકે ધારાસભ્ય એમ થોડા ફસાઈ જાય, ધારાસભ્યની સતર્કતાને પગલે આખરે આ મામલો ચીટિંગનો હોવાનું સામે આવતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો જ્યાં તેની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. નિરજ રાઠોડ નામના આ શખ્સની સામે ફરિયાદ નોંધાયા પછી હવે નિરજને પોલીસે પકડી પાડ્યો છે. જેના સીસીટીવી સામે આવ્યા છે.
ગરમી ચઢી જતા દર્દીએ અચાનક જામનગરની જીજી હોસ્પિટલને લીધી માથેઃ જુઓ Video, માંડ આવ્યો કાબુમાં
કોણ હતા એ ધારાસભ્ય
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીનો નિરજસિંહ રાઠોડ મહારાષ્ટ્રના નાગપુર મધ્યના ધારાસભ્ય વિકાસ કુંભાર સાથે ફોન પર સંપર્કમાં રહી તેમને કહેતો હતો કે જે પી નડ્ડાનો પીએ છું, અને નડ્ડાના અવાજની મીમીક્રી પણ કરી દેતો હતો. નડ્ડાના અવાજમાં વાત કરીને વિકાસ કુંભારને એકનાથ શિંદે સરકારમાં મંત્રી પદ આપવાની વાત કીરને લાખો રૂપિયાની માગણી કરતો હતો. જોકે ધારાસભ્ય એમ થોડા ભેરવાઈ જાય? તેમને કાંઈક રંધાયાની ગંધ આવવા લાગી જેમાં ચીટિંગનો મામલો હોવાનું સામે આવતા તેમણે નાગપુરના ગાંધીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે પછી પોલીસે તપાસ શરૂ કરી તો આ શખ્સ મોરબીનો હોવાનું સામે આવ્યું હતું.
ADVERTISEMENT
અગાઉ પણ ધારાસભ્યોને છેતરી ચુક્યો છે
મોરબી ખાતે આ સખ્સની વિગતો મેળવ્યા પછી નાગપુર ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગુજરાત આવી અને ત્યાંથી નિરજને પકડી પાડી હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ એ જ નિરજ રાઠોડ છે જે અગાઉ ગોવા અને નાગાલેન્ડના ધારાસભ્યને ફસાવી ચુક્યો છે. જોકે આ મામલામાં હજુ કોઈ વિગતો સામે આવી નથી કે તેના આ માયાજાળમાં બીજું કોણ કોણ શિકાર બની ચુક્યું છે. પોલીસ આગામી સમયમાં તપાસ દરમિયાન કોઈ સ્ફોટક ખુલાસાઓ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. હાલ આ શખ્સને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી નજીક સિરામિક ફેક્ટરીમાંથી નિરજસિંહ રાઠોડ નામના શખ્સને ગઈકાલે મહારાષ્ટ્રના નાગપુરની એલસીબી ઉઠાવી લીધો છે. આ બનાવની સૂત્રો પાસેથી વધુમાં મળતી વિગતો મુજબ આ શખ્સ નીરજસિંહ રાઠોડએ મહારાષ્ટ્રમાં ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાનો પીએ હોવાની ઓળખ આપી ત્યાંના ધારાસભ્યોને મંત્રી બનાવવાની લાલચ આપીને તેમની પાસેથી નાણાં પડાવ્યા હતા. જેમાં મધ્ય નાગપુર બેઠકના ભાજપના ધારાસભ્ય કુંભભારે નિરજસિંહ રાઠોડે નાગપુર પોલીસમાં ફરિયાદ નોંધાવો હતી. આ ધારાસભ્યને નિરજસિંહ રાઠોડએ મંત્રી બનાવવાની લાલચ આપી તેની પાસેથી નાણાં મેળવ્યા હતા અને નાગાલેન્ડ તેમજ ગોવાના ધારાસભ્યોને પણ ફસાવ્યા હોવાનું ખુલ્યું છે. મોરબીથી ઝડપાયેલા આ શખ્સે ભાજપ પ્રમુખના પીએ હોવાની ખોટી ઓળખ આપી મહારાષ્ટ્ર રાજ્યમાં એકનાથ શિંદેની સરકારમાં ત્યાંના ભાજપના ધારાસભ્યોને ફસાવી નાણાં પડાવ્યા હોવાનું ખુલતા નાગપુર પોલીસે ગઈકાલે આ શખ્સની મોરબીથી ધરપકડ કરીને આકરી પૂછપરછ હાથ ધરી છે. આ પૂછપરછમાં બીજા પણ ચોંકાવનારા રાજ બહાર આવે તેવી શકયતા છે. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, નાગપુર પોલીસે જેની ધરપકડ કરી છે અને જેના ઉપર ભાજપના ધારાસભ્ય પાસેથી નાણાં ખંખેરેવાનો આરોપ છે તેવા નિરજસિંહ રાઠોડ ભાજપનો કોઈ હોદ્દેદાર કે કાર્યકર નથી. તેથી આ શખ્સ ઠગ હોવાનું હાલ પુરવાર થયું છે.
ADVERTISEMENT
(ઈનપુટઃ રાજેશ આંબલિયા)
ADVERTISEMENT
ADVERTISEMENT