મોરબીઃ મચ્છુ હોનારતમાં મૃતકોને શાંતિ માટે મોટી સંખ્યામાં લોકોની મૌન રેલીઃ આજે 44 વર્ષ થયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજેશ આંબલિયા.મોરબીઃ દેશની સૌથી મોટી જળહોનારત મોરબીમાં સર્જાય હતી તેને આજે 44 વર્ષ થયાં. આ ગોઝારી ઘટના ને મોરબીવાસીઓ ક્યારેય ભૂલી શકે તેમ નથી. આ ઘટનામાં પશુ પંખીઓ અને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. મૃતકો ને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે એક મૌન રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

નવસારીઃ અકસ્માત પછી ફોર્ચ્યુનર કારમાંથી લોકોએ કરી દારૂની લૂંટ, Video

21 સાયરન વગાડી શ્રદ્ધાંજલિ

તારીખ 11 ઓગસ્ટ 1979 ના દિવસે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મોરબીમાં આવેલા મચ્છુ-2 ડેમનો પાળો તૂટતા મોરબીમાં જળ પ્રલય થયો હતો. જોતજોતામાં સમગ્ર મોરબીને પોતાની આગોશમાં સમાવી લીધું હતું. આ ગોઝારી દુર્ઘટનામાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. મચ્છુ હોનારતની વરસીએ વર્ષોની પ્રણાલિકા મુજબ મચ્છુ ડેમ તૂટ્યાવાના સમય એટલે આજે બપોરે 3-15 વાગ્યે મોરબી નગરપાલિકા દ્વારા નગરપાલિકા કચેરીએથી મણીમંદિરમાં આવેલા હોનારતના હુતાત્માના બનાવેલા સ્મૃતિસ્તંભ સુધી મૌન રેલી કાઢવામાં આવી હતી. મોરબીના નગર દરવજા ખાતે મૃતકોની આત્માની શાંતિ માટે 21 સાયરન વગાડવામાં આવ્યા હતા. પ્રથમ સાયરને મૌન રેલી શરૂ થઈ હતી. આ રેલીમાં નગરપાલિકાના કર્મચારીઓ, પૂર્વ હોદ્દેદારો, રાજકીય રાજનેતાઓ, સામાજિક અને સંસ્થાઓ તેમજ ઉઘગકારો સહિત મોરબીના સ્થાનિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી મણીમંદિર પાસે આવેલા સ્મૃતિસ્તંભ પાસે પહોંચીને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT