Morbi viral Video : મોરબીના જાહેર રસ્તા પર યુવક-યુવતીની અશ્લીલ હરકત, પોલીસ પ્રશાસન પર ઉઠ્યા સવાલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Morbi Girl Harassment Video viral : મોરબીનો આજે એક સનસનીખેજ વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક છોકરી સાથે રિક્ષાચાલક અડપલાં કરતો જોવા મળે છે. મળતી માહિતી અનુસાર આ મોરબીના સરદારબાગ વિસ્તારાનો વીડિયો છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો સામે આવતા મોરબી પોલીસ પ્રશાસન પર સવાલો ઉઠ્યા છે. વાયરલ વીડિયોને જોઇ લોકો કહી રહ્યા છે કે સંસ્કારોનું ખુલ્લેઆમ વસ્ત્રાહરણ થઈ રહ્યું છે.

વાયરલ વીડિયોમાં શું છે?

આ વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે એક રિક્ષાચાલક છોકરો અન્ય છોકરી સાથે અશ્લીલ હરકતો કરી રહ્યો છે. આ વીડિયો મોરબીના ધમધમતા વિસ્તાર પરથી સામે આવી રહ્યો છે.સરદારબાગની સામે જાહેર જગ્યામાં પાર્ક કરેલી રિક્ષામાં એક છોકરો છોકરી સાથે અશ્લીલ હરકતો દેખાઈ રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ હવે પ્રશ્નએ થઈ રહ્યો છે કે શું આ લોકોને મોરબી પોલીસનો કોઈ ડર રહ્યો નથી. આવી રીતે જાહેરમાં સંસ્કારોનું વસ્ત્રાહરણ થતું જોવા મળે તે સમાજ માટે ચિંતાનો વિષય કહી શકે છે. ઉપરાંત શું હવે પોલીસ રિક્ષાચાલકને કાયદાના પાઠ ભણાવશે કે કેમ તેના પર પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

તાજેતરમાં અમદાવાદથી પણ એક કાળી કરતૂત સામે આવી હતી

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એકલવ્ય સ્કૂલના લંપટ શિક્ષકની કાળી કરતૂતથી વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. એકલવ્ય સ્કૂલના કરાટેના શિક્ષક દ્વારા ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અશ્લીલ વીડિયો બતાવવામાં આવતા હોવાનો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. વાલીઓ દ્વારા સ્કૂલે જઈને હોબાળો મચાવવામાં આવતા લંપટ શિક્ષકને છૂટો કરી દેવામાં આવ્યો હતો. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે, ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને કરાટેના શિક્ષક ક્લાસમાં લઈ જઈને ખરાબ વીડિયો બતાવે છે, સાથે જ ધમકી આપે છે કે જો તમે આ બાબતે કોઈને કંઈ કહેશો તો તમને સ્કૂલમાં કે ક્લાસમાં આવવા દેવામાં આવશે નહીં. શિક્ષકની ધમકીથી વિદ્યાર્થીઓ ડરી ગયા છે અને સ્કૂલે જવા માટે પણ તૈયાર નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT