મોરબીઃ CGST વિભાગની કાર્યવાહી, 14.66 કરોડની ટેક્સ ચોરીનું કૌભાંડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબીઃ હાલમાં દેશભરમાં ટેક્સ ચોરીનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. નિયમોની છટકબારીઓ શોધીને આચરવામાં આવી રહેલા કરોડો નહીં પણ અબજો સુધીના કૌભાંડોનો પણ ધીમે ધીમે પર્દાફાશ થઈ રહ્યો છે. ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગને હચમચાવી મુકનારું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. એક ફેક્ટરીમાં ત્રણ દિવસ સુધી જીએસટી વિભાગ દ્વારા તપાસ કર્યા બાદ ફરિયાદ કરવામાં આવી છે. અને તેમાં 14.66 કરોડના ટેક્સની ચોરી કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આરોપીઓને આજે આ મામલામાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જોકે કોર્ટે તમામ ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં સોંપ્યા છે.

ત્રણ દિવસથી ફેક્ટરીમાં થતી હતી તપાસ
મોરબીની લેકસેસ ગ્રેનિટો નામની સિરામિક ફેક્ટરીમાં છેલ્લા ત્રણ દિવસથી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. તપાસ દરમિયાન વર્ષ 2021થી અત્યાર સુધીના દસ્તાવેજો સહિતની બાબોતની ખણખોદ કરવામાં આવી હતી. વિભાગ દ્વારા તપાસ દરમિયાન જે તથ્યો સામે આવે તેને લઈને ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદ બાદ આરોપીઓને આજે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે.

દિલ્હીની શાળાના આચાર્યો ગુજરાતમાં ટ્રેનિંગ માટે આવશે, IIM દ્વારા અપાશે ટ્રેનિંગ

જીએસટી વિભાગની તપાસ દરમિયાન અંડર બિલિંગ અને બિલ વગર માલના વેચાણ કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. જેને લઈને ફરિયાદ કરવામાં આવી છે. વિભાગની તપાસમાં સામે આવ્યું છે કે 14.66 કરોડની ટેક્સ ચોરી કરવામાં આવી છે. જીએસટી દ્વારા કંપનીના બે ડાયરેક્ટર હિતેશ બાબુભાઈ દેત્રોજા, અનિલ બાબુભાઈ દેત્રોજા કે જેઓ સગા ભાઈ પણ છે. સાથે રાજેશ રણછોડભાઈ દેત્રોજા સામે ફરિયાદ કરવામાં આવી હતી. કોર્ટમાં આજે આ આરોપીઓને રજુ કરવામાં આવ્યા હતા. જોકે કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં સોંપવાનો આદેશ કર્યો છે. હવે આ મામલામાં આરોપીઓના જામીન પર આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે.

ADVERTISEMENT

(ઈનપુટઃ રાજેશ આંબલિયા, મોરબી)

    follow whatsapp

    ADVERTISEMENT