મોરબી પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલને છાતીમાં દુખતા હોસ્પિટલ ખસેડાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબીઃ મોરબી પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત નિપજ્યા અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા. આ ઘટનામાં ત્યાં પુલ પર હાજર તમામ લોકો જે જીવીત બચ્યા છે તેમના માટે કેટલી ભયાનક સ્થિતિ હતી તે હાલ વર્ણન કરવાની જરૂર નથી. જોકે હાલ મળી રહેલી વિગતો પ્રમાણે આ ઘટનામાં મુખ્ય આરોપી એવા જયસુખ પટેલને છાતીમાં દુખાવો થવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં કોરોનાની સટાસટીઃ IPL 2023 વચ્ચે એક્ટિવ કેસ 2200

સતત જામીન અરજીઓ વચ્ચે જયસુખની તબીયત લથડી
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી ખાતે ઝુલતા પુલની દુર્ઘટનામાં 135 લોકોના મોત થવાને કારણે મુખ્ય આરોપી જયસુખ પટેલને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. આ પુલના સમારકામની જવાબદારી જે કંપની પાસે હતી તે ઓરેવા કંપનીના માલિક જયસુખને જેલની કોઠી નં 9માં રાખવામાં આવ્યો છે. તેને જેલમાં ઘરના ગાદલા અને ટિફિનની મંજુરી અપાઈ હતી. તેની સાથે તેના બે મેનેજર પણ જેલમાં છે. જયસુખ સતત જામીન માટે અરજીઓ કરી રહ્યો છે ત્યારે આજે અચાનક જયસુખની તબીયત લથડવાની તેણે ફરિયાદ કરી છે.

ફરી હચમચ્યું બિહારશરીફ, બે જુથો વચ્ચે 12 રાઉન્ડ ફાયરિંગ, ભયમાં લોકો

એક પણ આરોપીને જામીન મળ્યા નથી
જયસુખ પટેલને છાતીમાં દુખાવો થતા મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામમાં આવ્યો હતો. અહીં આ ઉપરાંત ન્યૂરો સર્જનની પણ સલાહ લેવામાં આવી રહી છે. આ કેસમાં કુલ 9 આરોપીઓ છે જેમને હજુ સુધી જામીન મળ્યા નથી. આવતીકાલે મોરબી કોર્ટમાં જામીન અરજી મામલે સુનાવણી થવાની હતી જેમાં કોર્ટે 15 એપ્રિલની તારીખ આપી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT