‘ઢીંગલી તું બઉં યાદ આવે છે, નજરથી આઘા જતા નથી’- મોરબીમાં પરિવારના 12 સભ્યો ગુમાવનાર દુર્ગાબેન રૈહાણીનો આક્રંદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબીઃ આ એક એવું દુખ છે જેને સરકારે જાહેર કરેલી સહાય મીટાવી શકતી નથી, એવું દુઃખ છે જેને દોષિતોની સજાથી પણ સંતોષ થાય તેમ નથી, પોતાની નજર સામે ધીમેધીમે મોટું થયેલું સંતાન અચાનક આંખો આગળથી ગાયબ થઈ ગયું અને ક્યારેય પાછું આવવાનું નથી તે કલ્પના માત્ર કોઈ પણ માતા-પિતાને ધ્રુજાવી દે અને આ કોઈ કલ્પના નથી આવું ઘણા પરિવારો સાથે રવિવારની એ સાંજે બની ગયું છે. મોરબીના પુલ પર પોતાના પરિવારના 12 સભ્યોને ગુમાવી દેનારા દુર્ગાબેન રૈયાણી જ્યારે વાત કરે છે કે તરત જ તેમની આંખોમાં આંસુ સરી પડે છે. જાણે આ આંખોમાંથી આંસુ સુકાતા જ નથી. તેઓ તેમની દીકરી કે જેને ઢીંગલી કહીને યાદ કર્યા કરે છે.

મારી નજરથી આઘા જતા નથી કોઈઃ દુર્ગાબેન
દુર્ગાબેનની 14 વર્ષની દીકરી કુંજલ પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામી છે. તે સાથે જ તેમની સગી 4 બહેનો જેમાં ધારાબેન, ઈલાબેન, એક્તાબેન અને શોભનાબેનનો સમાવેશ થાય છે તે પણ અને તેમના બનેવી હરેશભાઈ, ભાવિકભાઈ અને મહેશભાઈનું પણ મૃત્યુ થયું છે. આ ઉપરાંત ચાર ભાણેજ પણ તેમણે ગુમાવી દીધા છે. એક સાથે એક જ પરિવાર જ્યારે આટલી લાશો જુએ ત્યારે તે દ્રશ્ય ડરામણું અને કેટલું આઘાતજનક છે તે આપણે પણ અનુભવી શકીએ છીએ. તેઓ રડતા રડતા પણ કહે છે કે 14 વર્ષની હતી, 9મુ ધોરણ ભણતી’તી મારી ઢીંગલી મને બહુ યાદ આવે છે. જાણે મારી નજરથી આઘા નથી જતા કોઈ. મને પરિવારના દરેકની યાદ આવે છે. પુલ પર તો એ બધા જવાના જ ન્હોતા પ્લાન જ ન્હોતો પણ પછી તેમની ઈચ્છા હશે ત્યારે ગયા હતા. અમને તો ખબર જ ન્હોતી કે આવું કાંઈ થયું ઘરે જઈને જોયું ત્યાં તો આભ તૂટી પડ્યું. રાત્રે ઉંઘ પણ આવતી નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT