‘કોઈ વકીલ કેસ નહીં લડે’- મોરબી દુર્ઘટનાના આરોપીઓ મામલે બાર એસોશિએશનનો મોટો નિર્ણય
મોરબીઃ મોરબીમાં બ્રિજ તૂટી પડવાની ઘટનામાં 135 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા. ઘણા પરિવારો સાવ વિખેરાઈ ગયા અને સમગ્ર ગુજરાત શોકમાં ગરકાવ થઈ ગયું. આ ઘટનામાં…
ADVERTISEMENT
મોરબીઃ મોરબીમાં બ્રિજ તૂટી પડવાની ઘટનામાં 135 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા. ઘણા પરિવારો સાવ વિખેરાઈ ગયા અને સમગ્ર ગુજરાત શોકમાં ગરકાવ થઈ ગયું. આ ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી અને 9 આરોપીઓની ધરપકડ કરી લીધી. આ ઘટનામાં મોરબીના બાર એસોશિએશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં નક્કી કરાયું છે કે આરોપીઓ તરફથી કોઈ પણ વકીલ કેસ લડશે નહીં. વકીલોએ આ મામલામાં જવાબદારોને ભીંસ પડી તેમાં જિલ્લા બહારથી વકીલ લેવાની તંત્ર તજવીજ કરી રહ્યું છે. જેમાં આરોપીઓ તરફથી સુરેન્દ્રનગરના વકીલની મદદ લેવામાં આવી હોવાની જાણકારીઓ સામે આવી રહી છે.
આરોપીઓને મોરબીમાંથી મળશે નહીં વકીલ
રવિવારની સાંજે ગુજરાતના મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. આ પુલની ક્ષમતા 100 લોકોની હતી પરંતુ જે તસવીરો સામે આવી છે તેમાં જોઈ શકાય છે કે પુલ પર 400થી વધુ લોકો હાજર હતા. તે પુલને હલાવી રહ્યા હતા. તે કારણે પુલને પકડી રાખનારા તાર તૂટી ગયા અને જોતજોતામાં માતમ છવાઈ ગયો. રેસ્ક્યૂમાં 177 લોકોને રેસ્ક્યૂ કરાયા છે. આ ઘટનામાં 9 લોકોની ધરપકડ થઈ છે, જેમાં ઓરેવા કંપનીના મેનેજર દિપક પારેખ, અન્ય એક મેનેજર નવીન દવે, ટિકિટ ક્લાર્ક મનસુખ ટોપિયા, ટિકિટ ક્લાર્ક મદન સોલંકી, બ્રિજ રિપેરિંગ કોન્ટ્રાક્ટર પ્રકાશ પરમાર અને અન્ય એક કોન્ટ્રાક્ટર દેવાંગ પરમાર શામેલ છે. આ ઉપરાંત અન્ય ત્રણ સિક્યૂરિટી ગાર્ડ્સની પણ પોલીસે ધરપકડ કરી છે. આ મામલામાં મોરબી બાર એસોશિએશને નક્કી કર્યું છે કે તેમના કોઈ વકીલ આ કેસના આરોપીઓ તરફથી લડશે નહીં.
સમારકામ કરનારી એજન્સી સામે કેસ દાખલઃ હર્ષ સંઘવી
આ તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, આ બ્રિજનું કામ સંભાળનાર એજન્સી સામે કલમ 304, 308, અને 114 પ્રમાણે ક્રિમિનલ કેસ દાખલ કરાયો છે. જેની પણ તપાસ આજે શરૂ કરવામાં આવશે. તપાસ પછી સામે આવેલા દોષિતો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT