ચોમાસુ મોરબી માટે હંમેશા ઘાતક: મચ્છુ પર ઇતિહાસની બીજી સૌથી મોટી હોનારત

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબી: મોરબી માટે આજનો દિવસ ફરી ગોઝારો બની ગયો છે. મોરબીના રાજા વાઘજી ઠાકોર દ્વારા મચ્છુ નદી પર ઝૂલતો પુલ બનાવવામાં આવ્યો હતો. જેનું બાંધકામ વર્ષ 1877માં કરાયું હતું. જેના માટેની તમામ સરસામગ્રી ઇંગ્લેન્ડથી મંગાવાઇ હતી. આ સમગ્ર વિશ્વ માટે એક અજાયબી સમાન હતો. જો કે રિનોવેશ બાદ આ ઝૂલતો બ્રિજ તુટવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઇ છે. જો કે મચ્છુ નદી પર બનેલી આ કોઇ પહેલી દુર્ઘટના નથી. આ બીજી એવી મોટી હોનારત છે જેમાં આટલા મોટા પ્રમાણમાં લોકોનાં મોત નિપજ્યાં હોય.

43 વર્ષ અગાઉ 11 ઓગસ્ટ 1979ના રોજ મચ્છુ નદી પર બંધાયેલો ડેમ તુટી જવાના કારણે મોરબી બરબાદ થઇ ગયું હતું. સમગ્ર મોરબી શહેરને વેરવિખેર થઇ ગયું હતું. આજે ફરી એક મોટી દુર્ઘટનાએ 60 થી વધારે લોકોનાં જીવ લીધા હોવાના પ્રાથમિક અહેવાલ છે. મોરબીની મચ્છુ જળ હોનારતની ઘટનાને 43 વર્ષ પુરા થયા છે.

11 ઓગસ્ટે શું બન્યું હતું?
11મી ઓગસ્ટનો તે દિવસ મોરબી માટે ગોઝારો હતો. 43 વર્ષ પહેલા મોરબી નજીકનો મચ્છુ-2 ડેમ તુટ્યો હતો. જેના કારણે મોરબીમાં જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ સર્જાઇ હતી. તે સમયે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો હોવાથી મેળા સહિતની રજાઓનો માહોલ હતો. તંત્ર પણ પોતાની આદત અનુસાર નિદ્રાધીન હતું. 11મી તારીખ પહેલાના દિવસોમાં પડેલા ભારે વરસાદના કારણે મચ્છુ-2 ડેમ છલોછલ ભરાયેલો હતો. અચાનક ડેમનો માટીનો પાળો તૂટવાથી ડેમ પર પાણીનું પ્રેશર વધ્યું અને ડેમ તુટી ગયો હતો. ત્યાર બાદ મોરબીમાં જળપ્રલ સર્જાયો હતો.

ADVERTISEMENT

હજારોની સંખ્યામાં માણસો અને પશુઓના ભોગ લીધા
જો કે, મોરબીના જળ હોનારતમાં માનવ મૃત્યુનો સાચો આંકડો તો ક્યારે પણ બહાર આવી શક્યો નથી. ડેમમાંથી છુટેલા પાણીએ મોરબી શહેર અને આસપાસના અનેક ગામોને નક્શામાંથી ભુસી નાખ્યા હતા. ડેમનું પાણી અને તેની સાથે આવેલી માટીમાં અનેક મૃતદેહો દટાઇ ગયા હતા. ઉપર ઉપરથી ખોદીને જ મૃતદેહો કઢાયા હતા. વધારે કાર્યવાહી થઇ શકે તેમ નહોતી કારણ કે તેમ કરવાથી રોગચાળો ફાટી નિકળે તેવી આશંકા હતી. સેંકડો ઢોર અને પશુ પ્રાણી અને માનવોની જીવતી કબર જ ત્યાં બની ગઇ હતી. આ ઉપરાંત અનેક લોકો તણાઇ ગયા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT