Gujarat Weather: વીજળીના કડાકા ભડાકા સાથે આ વિસ્તારોમાં રહેશે વરસાદી માહોલ, જુઓ હવામાન વિભાગની નવી આગાહી

ADVERTISEMENT

Gujarat Weather
Gujarat Weather
social share
google news

Gujarat Weather Update: ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ આ દિવસોમાં ભારે ગરમીની ઝપેટમાં છે. જો કે, આ દરમિયાન હવામાન વિભાગ (IMD) તરફથી રાહતના સમાચાર આવ્યા છે. IMD અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 15 જૂન સુધીમાં ગુજરાતમાં આવી શકે છે. સાથે ગુજરાતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને તેના કારણે આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં વરસી શકે છે જેમાં તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, દાહોદ અને છોટા ઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આગામી પાંચ દિવસ કેવું રહેશે વાતાવરણ?

સાથે જ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સાથે જ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં છૂટાછવાયો વરસાદ વરસી શકે છે. ઉપરાંત આજે રાજ્ય પર આવતા પવનોની ગતિ 20-25 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે રહેશે. ત્યારબાદ આવતીકાલથી 3 દિવસ સુધી પવનની ઝડપ વધીને 30થી 35 કિલોમીટર પ્રતિકલાકની થશે. ચોમાસાના આગમન વિશે જણાવતાં હવામાન વિભાગે કહ્યું કે, આગામી સપ્તાહથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. હાલમાં ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય હોવાને કારણે તાપમાન યથાવત્ રહેશે.

ભૂપેન્દ્ર સરકારમાં નવા-જૂનીના એંધાણ! વિજય રૂપાણીના નિવેદનથી રાજકારણ ગરમાયું

8 અને 9 જૂનથી  પ્રિ-મોન્સૂન એક્ટિવિટી

જો વાત કરવામાં આવે તો 8 અને 9 જૂનથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ વરસી શકે છે. 8 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, દમણ, દાદરા અને નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સાથે દીવ અને ગીર સોમનાથમાં પણ વરસાદની શક્યતા છે. જ્યારે 9 જૂનના રોજ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી સહિત સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT