Gujarat Rain : ચોમાસા પહેલા ગુજરાતમાં વરસાદ ભુક્કા બોલાવશે! અંબાલાલ પટેલની નવી આગાહી
ગુજરાતમાં હાલ થોડા અંશે લોકોને ગરમીથી રાહત મળતી જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં હાલ વરસાદની રાહ જોવાઈ રહી છે. આ વચ્ચે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે.
ADVERTISEMENT
Gujarat Rain : ગુજરાતમાં હાલ થોડા અંશે લોકોને ગરમીથી રાહત મળતી જોવા મળી રહી છે. કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં હાલ વરસાદની રાહ જોવાઈ રહી છે. આ વચ્ચે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, કેરળમાં બેસેલું ચોમાસું આગામી 3 દિવસોમાં આગળ વધવાની શક્યતા છે. 4 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. અમદાવાદ, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર, બનાસકાંઠા વિસ્તારમાં 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. 6 જૂન સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
7 થી 15 જૂનમાં રાજ્યમાં ગાજવીજ સાથે પડશે વરસાદ : અંબાલાલ
અંબાલાલના જણાવ્યા અનુસાર, 7 જૂન સુધી દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈમાં પ્રિ-મોન્સુન એકટીવિટી શરૂઆત થશે અને 10 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થશે. 15 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસું પહોંચવાની શક્યતા છે. 7 થી 15 જૂનમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
ADVERTISEMENT
18 થી 20 જૂન વચ્ચે મુંબઈમાં પડશે ભારે વરસાદ : અંબાલાલ
8 જુને અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભુ થવાની શક્યતા છે. 18 થી 20 જૂન વચ્ચે મુંબઈ-મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં આ વર્ષે ચોમાસુ વરસાદ તેજગતીના પવન અને વીજળીના કડાકા સાથે રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું બેસશે : હવામાન વિભાગ
હવામાન વિભાગે જણાવ્યું છે કે, નૈઋત્ય ચોમાસુ આગળ વધે તેવી સાનુકુળ પરિસ્થિતિ હાલ છે. જેના કારણે ચોમાસુ આગળ વધી રહ્યું છે. ત્યારે આગામી દિવસો દરમિયાન ભેજવાળા પવન ફૂંકાવાના શરૂ થશે જેથી ગરમી તો ઘટશે પણ અસહ્ય બફારો વર્તાય તેવી શક્યતાઓ છે. આજે (રવિવાર) રાજ્યના બનાસકાંઠા, કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર માટે ડસ્ટ સ્ટ્રોમની વોર્નિંગ છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન 25થી 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે. આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે.કેરળના ઉત્તર પૂર્વીય ક્ષેત્રોમાં ચોમાસું બેસી ગયું છે. ત્યારે ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું બેસશે.
ADVERTISEMENT
બીજી તરફ હવામાન વિભાગની આગાહીના પગલે ડુમસનો દરિયો બંધ કરાવાયો છે. સહેલાણીઓ માટે દરિયો બંધ કરવાયો છે. પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરિયા પરની લારીઓ અને રાઈડ્સ પણ દૂર કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા અપીલ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT