રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ, અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી
અમદાવાદ: રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદે વિરામ લીધો છે ત્યારે ફરીવાર ચોમાસું સક્રિય થવન એંધાણ છે. બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતાં રાજ્યના સંખ્યાબંધ જિલ્લાઓમાં વરસાદની…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદે વિરામ લીધો છે ત્યારે ફરીવાર ચોમાસું સક્રિય થવન એંધાણ છે. બંગાળની ખાડીમાં હવાનું દબાણ સર્જાતાં રાજ્યના સંખ્યાબંધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
8 સપ્ટેમ્બર
વરસાડે રાજમા વિરામ લીધો છે ત્યારે હવે ચોમાસું ફરી સક્રિય થવાના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર 8 સપ્ટેમ્બરે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદમાં મધ્યમ વરસાદ પાડવાની આગાહી છે.
9 સપ્ટેમ્બર
9મી સપ્ટેમ્બરે તાપી,નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે 9 મીએ અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ખેડા, મહીસાગર, પંચમહાલ,અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
10 સપ્ટેમ્બર
10મી સપ્ટેમ્બરે નર્મદા, તાપી, નવસારી અને ડાંગમાં ભારે વરસાદ પાડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી:
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગરમાં બીજું વહન શરૂ થવાની તૈયારી છે. ત્યારે તારીખ 6થી 8 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જ્યારે 11 અને 12 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં ફરીવાર વરસાદ થવાની શક્યતા રહેલી છે. નવરાત્રિના સમયમાં રાજ્યના વિવિધ ભાગમાં વરસાદ પડશે. તો તારીખ 10 ઓક્ટોબરની આસપાસ પણ રાજ્યમાં વરસાદ વરસી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT