પ્રજાના પૈસાનો ધૂમાડો, મોડાસામાં નગરપાલિકાએ મોટા ઉપાડે મૂકેલા પાણી ATM 8 મહિનાથી ધૂળ ખાય છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિતેશ સુતરીયા/મોડાસા: મોડાસા શહેરમાં 3 વર્ષ પહેલાં શરૂ કરાયેલા પાણીના એટીએમ છેલ્લા 8 માસથી શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. ઉનાળાનો પ્રારંભ થયો છે ત્યારે પ્રજાને 1 રૂપિયા કે 5 રૂપિયાનો સિક્કો નાખીને મળી રહેતુ શુદ્ધ અને ઠંડા પાણીની સુવિધા છીનવાતા કચવાટ જોવાઇ રહ્યો છે. એજન્સી દ્વારા શરતો અને નિયમોનો ભંગ કર્યો હોવાથી આ પાલિકા દ્વારા આ વોટર એટીએમ બંધ કરાવી દીધા છે.

ATMમાંથી 1 અને 5ના સિક્કામાં પાણી મળતું
મોડાસા શહેરમાં પ્રજાને 1 રૂપિયા કે 5 રૂપિયાનો સિક્કો નાખીને ગમે ત્યારે શુદ્ધ અને ઠંડુ પાણી મળી રહે તે માટે નગર પાલિકા દ્વારા ત્રણેક વર્ષ પહેલાં ચાર રસ્તા નજીક, સાઈ મંદિર સહીતના વિસ્તારમાં પાણીના એટીએમ ઉભા કરાયા હતાં. પાલિકા દ્વારા એજન્સી સાથે કરાર કરીને કામ આપ્યું હતું. જોકે, આ એજન્સી નિયમો અને શરતોનું પાલન કર્યુ ન હોવાથી છેલ્લા આઠેક માસથી પાલિકા દ્વારા પાણીના આ એટીએમ બંધ કરાવી દીધા છે.

ATM લાવીને ખાનગી એજન્સીને સોંપી દેવાયા
હવે ઉનાળાનો પ્રારંભ થયો છે. ત્યારે રાજસ્થાનના ત્રિભેટે આવેલા જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં દરરોજ હજારોની સંખ્યામાં આવતાં લોકોને તેમજ આસપાસના વેપારીઓને આ પાણીના એટીએમ રાહત રૂપ થતાં હતા. ઉનાળાની શરૂઆત થઇ છે ત્યારે પાણીના એટીએમના અભાવને કારણે લોકોને ના છુટકે વધુ રૂપિયા ખર્ચીને બોટલબંધ પાણી પીવાનો વારો આવ્યો છે.

ADVERTISEMENT

ઉનાળો શરૂ થવા છતાં પાણીના ATM બંધ
ખાનગી એજન્સીને સાથે એગ્રીમેન્ટ કરાયું હતું તે પ્રમાણેનું પાલન કરાયુ નથી. એજન્સી પાસે પાણી વપરાશનો હિસાબ નથી. પાલિકામાં ચૂકવવાની રકમ પણ બાકી છે. જેથી પાણીના એટીએમ બંધ કરાવી દેવાયા છે. આ માટે નવી એજન્સીની શોધખોળ ચાલુ છે. શરતોના ભંગ મામલે જૂની એજન્સી સામે કાર્યવાહી કરાશે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT