મોડાસાઃ 13 વર્ષ પછી માતા-પુત્રએ એકબીજાને જોયા અને સર્જાયા ભાવુક દ્રશ્યો, મદદની અનોખી કહાની

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોડાસાઃ અરવલ્લીમાં ઘણી વાર એવી ઘટનાઓ સામે આવી છે જેનાથી માનવતા ખીલી ઉઠી છે. હાલમાં આવી જ એક ઘટના સામે આવી છે જેમાં ગુમ થયેલી મહિલાને વર્ષો પછી પોતાના પુત્ર સાથે મળવાનું થયું હતું. જેને કારણે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

મહિલા કન્યાકુમારીથી ભુલી પડી અને…
બન્યું એવું કે તમિલનાડુની એક મહિલા અહીં 39 દિવસ પહેલા મોડાસાના ઝાલોદર નજીકથી મળી આવી હતી. આ મહિલા કન્યાકુમારીથી ચેન્નાઈ કામ અર્થે ગઈ હતી જ્યાંથી તે રસ્તો ભુલી ગઈ હતી. આ ઘટનાને 13 વર્ષ થયા. મહિલા તમિલ ભાષા જાણતી હતી જેથી મોડાસામાં 181 અભિયમની સખી વન સ્ટોપ સેન્ટર પર આ મહિલાને રાખવામાં આવી હતી. આ મહિલા ભુલી પડી હતી. જોકે અહીં તમિલ ભાષા જાણતા એક વ્યક્તિની મદદ લીધી અને મહિલા અભિયમની ટીમે ભારે જહેમત સાથે તેણીના પુત્રને શોધવાની શરૂઆત કરી હતી.

પન્નાધામ મંદિરના ચેરમેન મહેશ પટેલના ભાઈ-ભાભીનો અમેરિકામાં અકસ્માતઃ ભાભીનું મોત, ભાઈ સારવાર હેઠળ

મદદ કરી અને આનંદ મળ્યો બસ…
આમ તો મહિલાના વર્ણનને આધારે તેના પરિવાર સુધી પહોંચવું ઘણું મુશ્કેલ હતું પરંતુ કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય. આ મહિલાની મદદ કરવાનું મન અભયમની ટીમ બનાવી ચુકી હતી. જેથી આખરે તમામ મુશ્કેલીઓ પાર પાડીને તેઓ તેના પરિવાર સુધી પહોંચ્યા હતા. આજે તેમનો પુત્ર 13 વર્ષ પછી તેમની સામે મોડાસામાં ઊભો હતો. વર્ષો પછી પુત્રએ માતાને જોઈ હતી અને માતાએ પુત્રને એ ઘડી અભયમની ટીમ માટે ખુશીની લહેર સમાન હતી. તેઓ ખુશ હતા કે તેમની મહેનત ફળી હતી અને આખરે એક પરિવાર ભેગો થયો હતો.

ADVERTISEMENT

(ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)

    follow whatsapp

    ADVERTISEMENT