મોડાસામાં બિલ્ડરે મોટા-મોટા સપના બતાવી ફ્લેટ વેચ્યા, પાર્કિંગમાં જ ગટર ઊભરાતા રહીશોએ હોબાળો મચાવ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અરવલ્લી: મોડાસાના ખલીકપુર વિસ્તારમાં ફ્લેટના રહીશોએ બિલ્ડરના ઘરે જઈને હોબાળો મચાવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. રહીશોનો આક્ષેપ છે કે, છેલ્લા 8 માસથી ગટર અને પાણીની સમસ્યા છે. જોકે વારંવાર બિલ્ડરને રજૂઆત કરવા છતાં તેનું કોઈ નિરાકરણ આવતું નથી જેથી કંટાળેલા રહીશોએ બિલ્ડરના ઘરે જઈને હોબાળો મચાવ્યો હતો. સાથે જ બિલ્ડરે તેમની સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપો કર્યા છે.

ગટર ઊભરાતા ગ્રામ પંચાયતે પાણી કનેક્શન કાપી નાખ્યું
વિગતો મુજબ, મોડાસાના ખલીકપુર વિસ્તારમાં આવેલા નિત્યદર્શન ફ્લેટમાં છેલ્લા 8 મહિનાથી ગટરનું પાણી ઊભરાવવાની સમસ્યા છે. ગટર લાઈનમાં કચરો ફસાઈ જવાના કારણે પાણી ફ્લેટના જ પાર્કિંગમાં ઊભરાતું હતું, જેના કારણે રહીશોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ગટર ઊભરાવાના કારણે ખલીકપુર ગ્રામ પંચાયતે નોટિસ આપીને 5 દિવસ સુધી ફ્લેટમાં પાણીનું કનેક્શન કાપી નાખ્યું હોવાનો પણ આક્ષેપ કરાયો છે. વારંવાર ગટરની સમસ્યાની ફરિયાદ કરવા છતાં બિલ્ડર આંખ આડા કાન કરતો હોવાની ફરિયાદ રહીશો કરી રહ્યા છે. આખરે પોતાના ખર્ચે તેમણે ગટર લાઈન સાફ કરાવી.

ADVERTISEMENT

પ્લાનમાં કોમનપ્લોટ બતાવ્યો, ત્યાં ગટરનો પ્લાન્ટ બનાવી દીધો
શૈલેષભાઈ પ્રજાપતિ નામના રહીશે Gujarat Tak સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે 2008માં આ ફ્લેટ લીધો હતો. જોકે ત્યારથી લઈને અત્યાર સુધીમાં બિલ્ડરે ફ્લેટ અમને સોંપ્યો જ નથી. રોડની પણ સમસ્યા છે જેની રજૂઆત કરવા છતાં બિલ્ડર તેને ઉકેલી આપતો નથી. સ્કીમમાં 96 જેટલા ફ્લેટ છે. સ્કીમ શરૂ થઈ ત્યારે ફ્લેટમાં વચ્ચે કોમન પ્લોટ દર્શાવ્યો હતો, પરંતુ ફ્લેટ બન્યા ત્યારે તે જગ્યાએ ગટરનો પ્લાન્ટ બનાવી દીધો. આ પ્લાન્ટ છેલ્લા ઘણા સમયથી ખરાબ થાય છે, તેને પણ રીપેર નથી કરાવાતો.

(વિથ ઈનપુટ: હિતેશ સુતરીયા)

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT