ફક્ત 2 રૂપિયામાં ટિફિન સેવા, મોડાસાનું આ ટ્રસ્ટ 31 વર્ષથી દર્દી અને તેના સ્વજનોની સેવામાં ખડેપગ છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિતેશ સુતરીયા/અરવલ્લી: ગરીબોના બેલી બની છેલ્લા કેટલાય વર્ષોથી મોડાસાનું અન્નપૂર્ણા ટ્રસ્ટ હજારો લોકોની આંતરડી ઠારી ચૂક્યું છે. આ ટ્રસ્ટ દ્વારા કોઇપણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયેલા દર્દી અને દર્દીની સેવામાં હોય તેવા સગા સબંધીઓને સવાર-સાંજ ફક્ત બે રૂપિયામાં ભરપેટ સાત્વિક ભોજન પીરસી હજારો લોકોનાં આશીર્વાદ મેળવી રહ્યું છે.

1993ના વર્ષથી ચાલી રહી છે અન્ન સેવા
અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક મોડાસા શિક્ષણ નગરીની સાથે આરોગ્ય નગરી તરીકે પણ ઓળખાય છે. મોડાસા ખાતે રાજસ્થાન, મહીસાગર તેમજ આસપાસના જિલ્લાઓમાંથી સારવાર અર્થે આવતા દર્દીઓ અને પરિજનોને માત્ર બે રૂપિયાના દરે ટિફિનસેવા અપાય છે. સાથે સાથે વહેલી સવારથી આસપાસનાં તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાંથી મજૂરી માટે આવતા શ્રમિકોને પણ બે રૂપિયામાં દાળ, ભાત, રોટલી-શાક જેવો પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. મોંઘવારીના જમાનામાં 1993ના વર્ષથી એટલે કે 31 વર્ષથી માત્ર બે રૂપિયામાં હોસ્પિટલ સુધી દર્દીઓને ટિફિન પહોંચાડીને અવિરત સેવા કાર્ય કરતી આ સંસ્થા સાચા અર્થમાં અન્નપૂર્ણા સાબિત થઈ છે.

ADVERTISEMENT

મુંબઈમાં રહેતા મોડાસાના લોકો આપે છે દાન
અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા 31 વર્ષથી રોજના 500થી વધુ ટિફિન જરૂરિયાત મંદોને પૂરા પાડીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યું છે. ઉનાળાના સમયમાં રાહદારીઓ, વિદ્યાર્થીઓ તેમજ વટેમાર્ગુઓ માટે માત્ર એક રૂપિયાના દરે ઠંડી છાશનું વિતરણ કરવાની પણ સેવા કરાઈ રહી છે. આ સેવાકીય કામગીરી અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહી છે. જેના માટે મુંબઇ રહેતા મોડાસા વાસીઓ તેમજ બહાર ગામ રહેતા જિલ્લા વાસીઓ સતત દાનનો પ્રવાહ વહેવડાવતા રહે છે. જેના કારણે સતત 30 વર્ષથી ફક્ત બે રૂપિયાના ટોકન ભાવે સાત્વિક ભોજન આપવામાં આવે છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

આ અંગે અન્નપૂર્ણા ટ્રસ્ટના ટ્રસ્ટી બીપીનભાઈ શાહે જણાવ્યું કે, આ ટ્રસ્ટ છેલ્લા 31 વર્ષથી ભૂખ્યા જનોને ભોજન આપવાનું અને દર્દીઓને ભોજન આપવાનું કામ કરે છે. દવાખાનામાં આવતા 500 દર્દીઓને રૂ.2માં દરરોજ હોસ્પિટલના દરવાજા સુધી ભોજન પહોંચાડવામાં આવે છે. આ સાથે શ્રમજીવીઓને રૂ.2માં નાસ્તો પહોંચાડે છે. આ ઉપરાંત આ ટ્રસ્ટ દ્વારા અનેક પ્રવૃત્તિઓ થઈ રહી છે, જેને લઈને પ્રદેશમાં અન્નપૂર્ણાનું આંદોલન ચાલી રહ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT