‘અમુક લોકોને ભાન નથી પડતું ને સ્માર્ટ બનવા જાય છે’, Rivaba Jadejaએ જાહેરમાં કોને તતડાવ્યા?
દર્શન ઠક્કર/જામનગર: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના જ બાકી છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ ભાજપમાં આંતરિક વિખવાદ દિવસેને દિવસે સપાટી પર…
ADVERTISEMENT
દર્શન ઠક્કર/જામનગર: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના જ બાકી છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ ભાજપમાં આંતરિક વિખવાદ દિવસેને દિવસે સપાટી પર આવી રહ્ય છે. ભાજપમાં પત્રિકા કાંડ બાદ હવે જામનગરમાં ધારાસભ્ય રિવાબાનો મેયરને તતડાવતો વીડિયો સામે આવ્યો છે. બોલાચાલીમાં સાંસદ પૂનમબેન માડમ વચ્ચે પડતા તેઓ પણ રિવાબાના ગુસ્સોનો ભોગ બન્યા હતા. જે બાદ સાંસદ પૂનમ માડમ અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની MLA રિવાબા જાડેજા શાબ્દિક ટપાટપી જોવા મળી હતી.
જામનગરમાં લાખોટા તળાવ પાસે એક જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય રિવાબા જાડેજા એક મંચ પર સાથે હતા. દરમિયાન રિવાબા જાડેજા મેયરને કોઈ વાતને લઈને તતડાવી રહ્યા હોય છે. ત્યારે સાંસદ પૂનમ માડમ વચ્ચે પડીને સજાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે અચાનક બોલાચાલી થઈ અને મામલો ગરમાઈ ગયો. ભાજપના હોદ્દેદારો અને પબ્લિકની વચ્ચે જ રિવાબા જાડેજા સાંસદ પૂનમ માડમ પર ધુઆપૂઆ થતા જોવા મળ્યા હતા. જે ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
વીડિયોમાં રિવાબા ગુસ્સામાં બોલતા સંભળાય છે કે, ચૂંટણીમાં આપનું બહુ વડીલપણું જોવા મળ્યું હતું. જ્યારે અન્ય એક વીડિયોમાં તેઓ બોલી રહ્યા છે, અમુક લોકોને ભાન નથી પડતું સ્માર્ટ બનવા જાય છે. ત્યારે સ્થળ પર હાજર ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ અને જિલ્લા પોલીસવડા દ્વારા મામલો થાળે પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
જામનગરના એક કાર્યક્રમમાં રિવાબા જાડેજા જાહેરમાં કોના પર બગડ્યા?#RivabaJadeja #MPPoonamMadam #Jamnagar pic.twitter.com/duDtCeuxFS
— Gujarat Tak (@GujaratTak) August 17, 2023
ADVERTISEMENT