‘કોંગ્રેસની અંદર જ બે ભાગ પડ્યા, નારાજ એટલે છીએ કારણ કે…’ કિરીટ પટેલ કેમ દુખી?

ADVERTISEMENT

gujarattak
social share
google news

તેજસ શિશાંગિયા.રાજકોટઃ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હોવાની ચર્ચા વચ્ચે આજે ખોડલધામ ખાતે પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ સીનીયર સિટીઝનને ખોડલધામ ખાતે દર્શને લાવ્યા હતા. તે કાર્યક્રમમાં કોંગ્રેસના બે પૂર્વ ધારાસભ્યો લલિત વસોયા અને લલિત કરગથરા પણ હાજર રહ્યા હતા. આ અંગે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે, નારાજગી હોવાની વાત ભાજપના ધારાસભ્યો ફેલાવે છે. અમે પાર્ટીને મજબુત કરવાની વાત કરી રહ્યા છીએ. પાર્ટીએ કેટલીક બાબતોમાં તુરંત પગલા લેવા જરૂરી છે તેથી અમે નારાજગી વ્યક્ત કરી રહ્યા છીએ. પાર્ટી બદલવાનો પ્રશ્ન જ નથી.

સુરતમાં વધુ એક લવ જેહાદ, ‘વાસુ’ બનીને વિધર્મી યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું

તેમણે કહ્યું કેસ અમે નહીં, અમે તો ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કાર્ય કરનારાઓ સામે મોવડી મંડળ તાત્કાલીક પગલાં લ્યે તેવી માંગ કરીએ છીએ. નારાજ એટલા માટે છીએ કે પાર્ટી કોઈ નિર્ણય લેતી નથી અને નારાજગી હોય તો તેમાં કોઈ પાર્ટી થોડા છોડે? જુઓ આ વીડિયો…

‘મોવડી મંડળ સમક્ષ વાત મુકીશું’
જ્યારે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું કે, હું પાર્ટી છોડવાની કોઈ વાત નથી. પરંતુ હું કોંગ્રેસ પાર્ટીમાં જ રહેવાનો છું. અમો પૂર્વ ધારાસભ્યોએ એક બે દિવસમાં સૌરાષ્ટ્ર ખાતે એક બેઠક બોલાવી છે. તે બેઠક પૂર્વે ધારાસભ્યો મોવડી મંડળ સમક્ષ અમારી માંગ મુકવાના છીએ. અમો પાર્ટીથી કોઈ નારાજ નથી અને ભવિષ્યમાં પણ પાર્ટી છોડવાનો નથી. અમારી વાત પાર્ટીના નાના કાર્યકર્તાઓનો અવાજ પાર્ટી સુધી પહોંચવાડવાનો છે. સાથે જ પક્ષ વિરુદ્ધ જે કામગીરી કરે તેને દૂર કરવા જોઈએ. આવનારા દિવસોમાં પાર્ટીના હાઇકમાન્ડને મળશે.

ADVERTISEMENT

‘આઈ હેટ યુ પપ્પા, મારા એક એક આંસુનો બદલો લઈશ’, ધોરાજીમાં ધો.11ની વિદ્યાર્થિનીનો આપઘાત

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT