દારૂબંધી મામલે પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવનારા ગેનીબેન ઠાકોરના ભાઈ દારૂ સાથે પકડાયા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ધનેશ પરમાર/બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર જિલ્લામાં દારૂના દૂષણ સામે ઘણીવાર કડક કાર્યવાહી કરવાની માંગ કરી ચૂક્યા છે. આ મામલે તેમણે ઘણીવાર દારૂની ભઠ્ઠીઓ પર જનતા રેડ કરી છે અને દારૂ વેચનારા લોકોને પકડાવ્યા છે અને પોલીસ સામે કાર્યવાહી ન કરાતા હોવાના આક્ષેપ લગાવાયા હતા. આ વચ્ચે હવે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના ભાઈ દારૂ સાથે પોલીસના હાથમાં ઝડપાઈ ગયા છે.

LCB દ્વારા ભાભરના અબાસણા ગામે રેડ પડાઈ
ભાભરના અબાસણા ગામે LCB દ્વારા કોઈ શખ્સ દારૂના નશામાં ઊભો હોવાની બાતમીના આધારે રેડ પાડવામાં આવી હતી. જેમાં રમેશ નગાજી ઠાકોર અને પ્રહલાદ મણાજી ઠાકોર પાસેથી દારૂની બોટલો મળી આવી હતી. રમેશ નગાજી ઠાકોર વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના સગા ભાઈ છે અને તેમની પાસેથી બે દારૂની બોટલ મળી આવી હતી. જ્યારે પ્રહલાજ ઠાકોર પાસેથી ચાર જેટલી દારૂની બોટલ મળી આવી હતી. હાલમાં બંને સામે ભાભર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગેનીબેને અઠવાડિયા પહેલા જ દારૂડિયા સામે કાર્યવાહી માટે આવેદન આપ્યું હતું
નોંધનીય છે કે, અઠવાડિયા અગાઉ જ વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કલેકટરને દારૂડિયાઓ સામે કડક કાર્યવાહી કરવા આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે હવે તેમના ભાઈ જ દારૂ પીધેલી હાલતમાં અને દારૂની બે બોટલ સાથે પકડાઈ જતા આ મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT