ફાટેલા કપડે જંગલમાંથી મળી આવ્યા MLA, ચૂંટણી પંચે કહ્યું તત્કાલ રિપોર્ટ રજુ કરવામાં આવે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અંબાજી : દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય ગુમ થઇ જવાના મુદ્દે ફિલ્મી વળાંક આવ્યો છે. તેમના પર હુમલો થયા બાદ તેઓ જંગલમાં ભાગી ગયા હતા. ત્યાં તેઓ અનેક કિલોમીટર સુધી ભાગતા રહ્યા હતા. મળસ્કે પોલીસ તેમને શોધી પહોંચી ત્યારે તેઓ ખુબ જ દિન અવસ્થામાં હતા. પોલીસ તેમને સ્ટેશન લઇને પહોંચી હતી. ગુજરાતના દાંતા વિધાનસભા વિસ્તારમાંથી કોંગ્રેસ ઉમેદવાર કાંતિભાઇ ખરાડી પર હુમલાનુંચૂંટણી પંચે સંજ્ઞાન લીધું હતું.

આદિવાસી ધારાસભ્ય જંગલમાંથી મળી આવ્યા
કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા ચૂંટણી અધિકારીને આ ફરિયાદ કરી તપાસ કરીને રિપોર્ટ માંગ્યો છે. કોંગ્રેસ પાર્ટી ચૂટણી પંચને આ ફરિયાદ કરી હતી. આ બાબતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગએ ટ્વીટ પણ કર્યું હતું કે, અમારા અમારા ધારાસભ્ય તથા ગુજરાતની દાંતા વિધાનસભાની આદિવાસીઓ માટે સીટના ઉમેદવાર કાંતિભાઇ ખરાડી પર હુમલો કર્યા બાદ તેમનું અપહરણ કરવામાં આવ્યું.

ચૂંટણી પંચે તત્કાલ રિપોર્ટ રજુ કરવા માટે જણાવાયું
જો કે હુમલા બાદ તેમણે જીવ બચાવવા માટે જંગલમાં છુપાવું પડી રહ્યું છે. બીજી તરફ EC ને તે અંગે કાર્યવાહી કરવી જોઇએ. ખડગેએ ટ્વીટમાં લખ્યું કે, હારના ડરથી ભાજપ ખુબ જ ગિન્નાયેલી છે. જેથી આ પ્રકારના હિન કૃત્યો કરી રહ્યા છે. જો કેચૂંટણી પંચ પણ મૌન છે જે ખુબ જ શરમજનક છે. જો કે ચૂંટણી પંચના ધ્યાને આ બાબત આવતાની સાથે જ તેમણે તત્કાલ રિપોર્ટ મંગાવ્યો હતો. ચૂંટણી પંચ દ્વારા તત્કાલ અહેવાલ રજુ કરવા માટે જણાવવામાં આવ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT