MLA દિવ્યેશ અકબરીનું સરાહનીય પગલું, 251 કુપોષીત બાળકો લીધા દતક
દર્શન ઠકકર, જામનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. આ દરમિયાન હવે નેતાઓએ કામગીરી શરૂ કરી દીધી છે. ત્યારે જામનગર દક્ષિણ બેઠક પરથી…
ADVERTISEMENT
દર્શન ઠકકર, જામનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. આ દરમિયાન હવે નેતાઓએ કામગીરી શરૂ કરી દીધી છે. ત્યારે જામનગર દક્ષિણ બેઠક પરથી જીત મેળવનાર દિવ્યેશ અકબરીના નિર્ણયને લઈ ભારે ચર્ચા થઈ રહી છે. ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જામનગર દક્ષિણ વિધાનસભામાં આવતી તમામ આંગણવાડીના 251 કુપોષીત બાળકોને સુપોષણ તરફ લઇ જવા માટે એક વર્ષ માટે દત્તક લેવાનો નિર્ણય કર્યો છે.
જામનગર દક્ષિણ વિધાસનસભામાં આવતી તમામ આંગણવાડીના 251 કુપોષિત બાળકો કે જેને જી.જી. હોસ્પિટલના ડોકટર્સ ટીમે ચકાસી/તપાસી સારવાર શરુ કરી છે. જરુરી દવા શરુ કરાવી જેનો તમામ ખર્ચ ધારાસભ્ય દિવ્યેશ અકબારીએ ઉપાડયો છે. તેટલું જ નહીં 251 બાળકોને ફરી પોષણયુક્ત બનાવવા માટેના ડોકટરની સૂચના મુજબના ખોરાકની ચિંતા પણ દિવ્યેશ અકબરીએ કરી છે.
ધારાસભ્ય બન્યાને 1 મહિનો થયો
ધારાસભ્ય બન્યાના પ્રથમ મહિનો પૂર્ણ થયો છે. ત્યારે 251 કુપોષિત બાળકોને એક વર્ષ માટે દત્તક લેવાનું જાહેર કર્યું છે. જે ખૂબ જ સરાહનિય પગલું કહી શકાય. નરેન્દ્રભાઇ મોદીના સેવા યજ્ઞમાં નાની આહુતિ આપવાના નિર્ધાર સાથે યુવા ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ કર્યો છે.
ADVERTISEMENT
રક્તદાન કેમ્પનું કર્યું આયોજન
તા. 14 જાન્યુઆરી ઉત્તરાયણનો સેવા/આનંદના મોટા ઉત્સવના દિવસે પોતાનો જન્મદિવસ હોય પોતાના જ રહેણાંક વિસ્તારના સંગઠનના કાર્યકર મિત્રો તેમજ વેપારી મિત્રો વોર્ડ નં. 8 ભાજપા પરિવાર તેમજ રણજીતનગર વેપારી મંડળ ના સહયોગથી રકતદાન કેમ્પનું આયોજન કરી સેવા કાર્યમાં મોટી કલગી ઉમેરી છે.
લોકોને કરી આ અપીલ
ધારાસભ્ય દિવ્યેશ અકબરી વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ એકશન મોડ પર જોવા મળી રહ્યા છે. આ દરમિયાન 251 બાળકો દતક લીધા બાદ હવે રકતદાન કેમ્પનું પણ આયોજન કર્યું છે. જામનગરમાં લેઉઆ પટેલ સમાજ રણજીતનગર ખાતે તા.14 જાન્યુઆરી ઉત્તરાયણના રોજ સવારે 9 કલાકે આયોજિત રકતદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓને ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT