“કેટલાક કહે ભાજપમાં આવી જાવ, BJPના ગુલામ નથી બનવું” ચૈતર વસાવા, MLA ડેડીયાપાડા
નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ આદિવાસી સમાજમાં બહુ પત્ની પ્રથા, દીકરો ન હોઈ તો જમાઈને ઉત્તરાધિકારી રાખવા જેવી અનેક પરંપરા છે જે UCC આવતા બધું બંધ થઈ જશે.…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ આદિવાસી સમાજમાં બહુ પત્ની પ્રથા, દીકરો ન હોઈ તો જમાઈને ઉત્તરાધિકારી રાખવા જેવી અનેક પરંપરા છે જે UCC આવતા બધું બંધ થઈ જશે. UCC આવે તો આદિવાસીઓ ની પરંપરા અસ્તિત્વ મટી જાય. તેવું ડેડિયાપાડાના ધારાસભસભ્ય ચૈતર વસાવાએ કહ્યું હતું. UCC એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ કેન્દ્ર સરકાર ચોમાસા સત્ર દરમિયાન લોકસભામાં લાવવા માંગી રહે છે ત્યારે તેને લઈને ખાસ કરીને આદિવાસી સમાજમાં વિરોધ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના દ્વારા આજે નર્મદા જિલ્લાના અલગ અલગ તાલુકા મથકે UCCના વિરોધનું આવેદનપત્ર રાષ્ટ્રપતિને સંબોધન કરી આપ્યું હતું. ડેડીયાપાડા ખાતે મોટી રેલી કાઢી અને પ્લે કાર્ડ સાથે વિરોધમાં આવેદનપત્ર ચૈતર વસાવાની આગેવાનીમાં અપાયું હતું. આ દરમિયાન ચૈતર વસાવાએ એવી પણ વાત કરી હતી કે કેટલાક લોકો કહે છે કે તમે ભાજપમાં આવી જાઓ, પણ ભાજપના ગુલામ નથી બનવું મારે.
અનામત બેઠકો રદ થઈ જશેઃ ચૈતર વસાવા
ચૈતર વસાવાએ આ અંગે સંબોધનમાં કહ્યું હતું કે, આપણા આદિવાસી સમાજમાં યુવક યુવતી ભાગી એક બીજાની સંમતિથી ભાગી જાય અને બાળક ધારણ કરે તો આપણો સમાજ માન્ય રાખે છે. આપણા સમાજમાં દીકરી હોઈ પણ દીકરો ન હોઈ તો જમાઈ પ્રથા માન્ય રાખે છે, અને જમાઈ ઉત્તરાધિકારી તે બની શકે છે. વિધુર કે વિધવા લગ્ન કરી શકે છે. નીતિ નિયમો છે. બહુ પત્નીઓ પણ અનેક કુંટુંબોમાં છે. મહિલાઓને વારસામાં મિલકત આપવાની છૂટ છે. છુટા છેડા સમાજમાં બેસી કરી શકાય છે. UCC આવશે તો તમામ નષ્ટ થઈ જશે. આપણા કુળદેવી કુળદેવતાઓની પરંપરા પૂજા બન્ધ થઈ જશે. જે બંધારણીય વિશિષ્ટ જોગવાઇ મળી છે જેમ કે શિક્ષણમાં રાજકારણમાં જે અનામત મળે છે. આજે ઘણા તાલુકા, જિલ્લા, ધારાસભ્ય સાંસદની અનામત બેઠકો પણ જીતીએ છીએ. અનામત બેઠકો રદ થઈ જશે. તેમજ આદિવાસીની જમીનો ના રક્ષણ માટે 73AA કાનૂન મળ્યો છે. UCC આવશે તો તે રદ થઈ જશે, સનદ મળે છે જે 2006 જંગલ જમીનના કાનુન મુજબ જે સનદ રદ થઈ જશે.
ગુજરાતઃ ધો.12ની આંકડાશાસ્ત્રની પુરક પરીક્ષામાં છબરડો, સિલેબસ બહારનું પુછાતા ફરી નાપાસની ભીતિ
લોકસભા જીતવા, જંગલ લૂંટવા UCC BJP લાવવા માગે છેઃ ચૈતર વસાવા
તેમણે કહ્યું કે, લોકસભાની ચૂંટણી જીતવા આપણું જંગલ લૂંટવા આપણી જમીનો લૂંટવા UCC લાવવાની તજવીજ બીજેપી કરી રહી છે. આજે જે નેતાઓ કે જેઓ સમાજને બચાવવા કામ કરવાનું છે. ત્યારે તે મગનું નામ મરી નથી પાડતા. તે ચૂપ કેમ બેઠા છે. બધા ભેગા મળીને આ લડત લડવાની છે. આદિવાસી સમાજની લોકસભાની 47 રિઝર્વ, 62 પ્રભુત્વ સફાયો કરીશું. રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર કુલ મળી દેશમાં કુલ 427 વિધાનસભાની બેઠકો આદિવાસી અનામત છે. ત્યાં બીજેપીનો સંપૂર્ણપણે સફાયો કરવાનો છે. તમામ લોકોને જાગૃત કરી UCCનો વિરોધ સખત રીતે કરી રસ્તાઓ પર ઉતરીશું. કલેકટરને રજૂઆત અને ઘેરાવો કરીશું. ગામડે મિટિંગ કરવાની છે. 9 ઓગષ્ટ વિશ્વ આદિવાસી ઉજવણી કરવાની છે. ત્યારે આદિવાસી સમાજનો પરંપરાગત વેશભૂષા વાજિંત્રો સાથે મોટા પાયે વિરોધ કરવાનો છે. સરકાર પક્ષપાત કરે છે અર્બનમાં વિકાસ થાય, પણ આપણા ગામડાઓની શાળાઓમાં શિક્ષકોની, ઓરડાંઓની ઘટ છે. કેટલાક નેતાઓ કહે મને ભાજપમાં આવો ત્યારે મારે કહેવું છે કે 27 ગુજરાતમાં 9 કેન્દ્રમાં પાણી નથી અપાવી શક્યા, સ્કૂલ ઓરડાઓ નથી આપી નથી શકયા. તો મારે બીજેપીમાં આવી બીજેપીમાં ગુલામ નથી બનવું. ઉલ્લેખનીય નર્મદા જિલ્લામાં UCC મુદ્દે રાજનીતિ ભારે ગરમાઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT