વડોદરાની MS યુનિવર્સિટીનો વધુ એક મોટો છબરડો, MLAની દીકરી પણ પરીક્ષા ન આપી શકી
દિગ્વિજય પાઠક/વડોદરા: વડોદરાની MS યુનિવર્સિટી અવારનવાર વિવાદમાં આવતી હોય છે. ત્યારે વિદ્યાર્થીઓની પરિક્ષાને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં યુનિવર્સિટીમાં ચાલી રહેલી પરિક્ષામાં યુનિવર્સિટીના…
ADVERTISEMENT
દિગ્વિજય પાઠક/વડોદરા: વડોદરાની MS યુનિવર્સિટી અવારનવાર વિવાદમાં આવતી હોય છે. ત્યારે વિદ્યાર્થીઓની પરિક્ષાને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં યુનિવર્સિટીમાં ચાલી રહેલી પરિક્ષામાં યુનિવર્સિટીના અણઘડ વહીવટના કારણે વિદ્યાર્થીઓ પેપર આપવાથી વંચિત રહ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાંની એક વિદ્યાર્થિની પાદરાના ધારાસભ્યની દીકરી હોવાનું પણ સામે આવ્યું છે.
બેઠક નંબરના લિસ્ટમાં ધારાસભ્યની દીકરીનું નામ ગાયબ
મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની અલગ અલગ વિભાગની પરિક્ષાઓ શરૂ થઈ ગઈ છે. જેમાં આ વખતે વિદ્યાર્થીઓના બેઠક નંબર તેમના રોલ નંબરથી જનરેટ કરાયા હોવાથી ઘણા વિદ્યાર્થીઓને પોતાનો બેઠક નંબર શોધવામાં મુશ્કેલી પડી હતી. જો કે, હવે વિદ્યાર્થીઓનો બેઠક નંબર જનરેટ થયા બાદ લિસ્ટમાં નામ ન આવતા વિદ્યાર્થીઓ પરિક્ષાથી વંચિત રહ્યા છે. જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાની પુત્રી આર્ચી ઝાલાનો પણ સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ઉકેલ આપવાના બદલે મહિલા પ્રોફેસર ઉદ્ધાતાઈથી જવાબ આપ્યા
આર્ચી ઝાલા અગાઉ ચાર પેપર આપી ચૂકી છે, પરંતુ આ વખતે લિસ્ટમાં નામ ન આવતા તેણે યુનિવર્સિટીમાં પોતાના મેડમનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેમણે ઉકેલ આપવાના બદલે ખરાબ રીતે વર્તન કર્યુ હોવાનો આક્ષેપ ધારાસભ્યની પુત્રીએ લગાવ્યો છે. એવામાં હવે વિદ્યાર્થીઓએ એડિશનલ પરીક્ષા જ આપવી પડશે. 15થી 20 જેટલા વિદ્યાર્થીઓ છે. જેમના એપ્લિકેશનમાં અલગ વિષય બતાવે છે અને પરીક્ષા બીજા વિષયની હોવાથી કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા નથી આપી રહ્યા. હાલ ચાર પેપર આપી દીધા છે. ત્યારે લિસ્ટમાં નામ ન હોવાથી હવે વિદ્યાર્થીઓએ એડિશનલ પરીક્ષા આપવી પડશે.
ADVERTISEMENT
ADVERTISEMENT