GUJARAT માં કોંગ્રેસ આહ્વાહીત બંધને મિશ્ર પ્રતિસાદ, પોલીસે દિગ્ગજોની અટકાયત કરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : મોંઘવારી,બેરોજગારી અને પેટ્રોલ તથા ગેસના વધેલા ભાવ મુદ્દે કોંગ્રેસ ખુબ જ આક્રમક જોવા મળી રહી છે. જેના પગલે આજે શનિવારે બપોરે 12 વાગ્યા સુધી આંશિક બંધનું આહ્વાન કર્યું હતું. સવારે 8 થી 12 વચ્ચે સાંકેતિક રીતે ગુજરાત બધનું પ્રદેશ કોંગ્રેસ દ્વારા આહ્વાન કર્યા બાદ આક્રમક રીતે પ્રદર્શન પણ કર્યું હતું. કોંગ્રેસી કાર્યકરોએ પણ બંધનું પાલન કરાવવા માટે નિકળી પડ્યાં હતા. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા અમદાવાદની તમામ કોલેજો, શાળાઓ અને બજારો બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો.

વાસદ-બગોદરા હાઇવે ચક્કાજામ કરવામાં આવ્યો
આ ઉપરાંત વાસદ બગોદરા હાઇવે ચક્કાજામ કરાયો હતો. એએસયુઆઇ દ્વારા અમદાવાદમાં પણ કોર્પોરેશનની કેટલીક બસો, ઇન્ડિયન ઓઇલનું ટેન્કર પણ અટકાવાયું હતું. અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા પણ કેટલાક વિસ્તારોમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે પોલીસ દ્વારા તમામ કાર્યકર્તાઓ અને નેતાઓની અટકાયત કરવામાં આવી હતી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના તમામ દિગ્ગજોની પોલીસ દ્વારા ગુજરાત વ્યાપી અટકાયત
સમગ્ર ગુજરાતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ખુબ જ આક્રમક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે કોંગ્રેસના આ પ્રદર્શનને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. કેટલાક વેપારીઓએ દુકાનો બંધ કરવાનો ઇન્કાર કર્યો હતો. તો કેટલાકને કોંગ્રેસી કાર્યકરો સાથે રકઝક થઇ હતી. કેટલાક કિસ્સામાં પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું. કોંગ્રેસનાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT